જોડિયા તાલુકાના પીઠડ ગામમાં વાડી વિસ્તારમાં રહેતી યુવતીને કામ બાબતે પિતાએ આપેલા ઠપકાનું મનમાં લાગી આવતા ઝેરી દવા પી આપઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના ધાર જીલ્લાના ગુલાટી ગામના વતની અને હાલ લખમણભાઈ બોરીચાના ખેતરમાં મજુરી કામ કરતા સોહન માંગીલાલ મીનાવા નામના આદિવાસી યુવાનની પુત્રી પાયલબેન (ઉ.વ.18) નામની યુવતીને તેના પિતા સોહનભાઈએ કામ બાબતે ગત તા. 17 ના રોજ ઠપકો આપ્યો હતો અને આ ઠપકાનું મનમાં લાગી આવતા પાયલે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા દ્વારા જાણ કરાતા પીએસઆઈ કે.ડી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


