કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામમાં રહેતી મહિલાએ રવિવારે તેના ઘરે એસિડ પી જતા સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યના બનાવમાં પોલીસે તપાસ આરંભ હતી.
કલ્યાણપુર તાલુકાના પટેલકા ગામે રહેતા સવિતાબેન જયંતીભાઈ નાથાભાઈ ચાવડા નામના 32 વર્ષના મહિલાએ રવિવારે પોતાના રહેણાંક મકાનમાં એસિડ પી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. સવિતાબેનના મોટાભાઈ અજયભાઈ તથા તેમના પત્ની અમીબેન તેમના ઘરે આવ્યા હતા. જ્યાં સવિતાબેનના પતિ જયંતીભાઈએ સવિતાબેનના મોટાભાઈ અજયભાઈની મશ્કરી કરી હતી. જેથી તેઓ પોતાના ઘરેથી જમ્યા વગર જતા રહ્યા હતા. આ બનાવનું મનમાં લાગી આવતા તેણીએ ઉપરોક્ત પગલું ભરી લીધા હોવા અંગેની જાણ જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના જોગવડ ગામે રહેતા નારણભાઈ જોધાભાઈ બથવારએ કલ્યાણપુર પોલીસને કરી છે.


