જામનગરની સરકારી હોસ્પિટલમાં અવાર-નવાર કોઇપણ બાબતે માથાકૂટ કે બોલાચાલી થવાની ઘટનાઓ સમયાંતરી બનતી રહે છે. દરમિયાન ગઇકાલે રાત્રિના સમયે નવી બિલ્ડિંગમાં સિકયોરિટી ગાર્ડ સાથે એક શખ્સે છરી કાઢી મારામારી કર્યાના વીડિયો વાયરલ થયા છે.
View this post on Instagram
બનાવની વિગત મુજબ, જામનગરની જી. જી. હોસ્પિટલમાં અવાર-નવાર સિકયોરીટી ગાર્ડ સાથે બોલાચાલી અને માથાકૂટ થવાની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. દરમિયાન ગઈકાલે રાત્રિના સમયે હોસ્પિટલના નવા બિલ્ડિંગમાં સિકયોરિટી ગાર્ડ સાથે એક શખ્સે જેમ ફાવે તેમ ગાળો બોલી છરી કાઢી લીધી હતી અને ત્યારબાદ સિકયોરિટી ગાર્ડનો વીડિયો ઉતારતા શખ્સને અટકાવવા જતા મામલો બિચકયો હતો. જેમાં શખ્સ સિકયોરિટી ગાર્ડ સાથે જેમ ફાવે તેમ ગાળો બોલી માથાકૂટ કરી મારામારી કરી હતી આ સમગ્ર ઘટનાના વીડિયો વાયરલ થયા છે.


