Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં દુકાન પાસે એકટીવા પાર્ક કરવાની બાબતે યુવાન ઉપર હુમલો

જામનગરમાં દુકાન પાસે એકટીવા પાર્ક કરવાની બાબતે યુવાન ઉપર હુમલો

ત્રણ શખ્સોએ જેમ ફાવે તેમ ઢીકાપાટુનો માર માર્યો : પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસ દ્વારા કાર્યવાહી

જામનગર શહેરમાં ટાઉનહોલ પાસે આવેલી હોટલ નજીક દુકાન પાસે એકટીવા પાર્ક કરવાની બાબતે ત્રણ શખ્સોએ ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની યુવાનને ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગરમાં મોરકંડા રોડ પર રબાની પાર્ક વિસ્તારમાં રહેતો સદામહુશેન હબીબભાઈ તુર્કબાણ નામનો યુવાન તેની ઓફિસના જીજે-10-સીએસ-0148 નંબરના એકટીવા પર ટાઉનહોલ પાસે આવેલી સાહેબા ડ્રેસિસ દુકાનની સામે એકટીવા પાર્ક કરી ઓફિસમાંથી પાર્સલ લઇને પરત આવતા અલ્તાફ મેમણ, મહમદ મેમણ અને નવાઝ નામના ત્રણ શખ્સોએ સદામ હુશેનને આંતરીને તારી એકટીવા અમારી દુકાનની સામે કેમ પાર્ક કરી ? તેમ કહી ગાળો કાઢી હતી. જેથી સદામે ગાળો કાઢવાની ના પાડતા ઉશ્કેરાયેલા ત્રણ શખસોએ જેમ ફાવે તેમ ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલાના આ બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે સદામહુશેનના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular