ઠેબા ચોકડીથી લાલપુર ચોકડી વચ્ચે મોખાણાના પાટિયા પાસે મોટરકાર ચાલકે બાઇક ચાલકને હડફેટે લઇ ઇજાઓ પહોંચાડયા અંગે પંચ બી ડિવીઝનમાં ફરિયાદ નોંધાઇ છે.
અકસ્માતના બનાવની વિગત મુજબ ફરિયાદી જયેશભાઇ માંડાભાઇ ધ્રુવનો ભત્રીજો તા. 6ના રોજ રાત્રિના સમયે ઠેબા ચોકડીથી લાલપુર ચોકડી, બાયપાસ નજીક મોખાણાના પાટિયા પાસેથી પસાર થઇ રહ્યો હતો. આ દરમ્યાન સફેદ કલરની મોટરકારના ચાલકે ઠેબા ચોકડી તરફથી આવી પોતાની મોટરકાર પુરઝડપે અને બેફિકરાઇથી ચલાવી ફરિયાદીના ભત્રીજાની મોટરસાયકલને હડફેટે લઇ મોટરકાર લઇ નાસી ગયો હતો. આ અકસ્માતમાં ફરિયાદીના ભત્રીજાને માથાના ભાગે તથા પગમાં અનેક શરીરે નાની-મોટી ઇજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. આ અંગે જયેશભાઇ દ્વારા પંચ બી ડિવીઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા મોટરકારચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી હે.કો. ડી.જી. ઝાલા દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.


