જામજોધપુર ગામમાં રહેતી વિપ્ર યુવતી તેણીના ઘરેથી દુકાને નોકરી કરવા ગયા બાદ દુકાનેથી ચૂંટણી કાર્ડના કામ માટે જવાનું કહીને નિકળ્યા બાદ ગુમ થયેલ યુવતીની પોલીસે શોધખોળ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામજોધપુરમાં ત્રિશુલ ચોક વિસ્તારમાં રહેતા અશ્વિનભાઈ લીલાધરભાઈ મહેતાની પુત્રી મિતલબેન (ઉ.વ.18) નામની યુવતી ગત તા.3 ના રોજ બપોરન સમયે દરરોજની જેમ દુકાને નોકરી પર ગઈ હતી અને દુકાનેથી ચૂંટણી કાર્ડના કામ માટે જવનું કહીને નિકળ્યા બાદ અજ દિવસ સુધી પરત ફરી ન હતી. લાપત્તા થયેલી યુવતીની પરિવારજનો દ્વારા શોધખોળ કર્યા બાદ પત્તો ન લાગતા પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે જામજોધપુર પોલીસે લાપતા થયેલી યુવતીની શોધખોળ અંગે તપાસ હાથ ધરી હતી.


