Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરપોલીસમાં અરજી કર્યાનો ખાર રાખી બે ભાઇઓ ઉપર ત્રણ શખ્સોનો હુમલો

પોલીસમાં અરજી કર્યાનો ખાર રાખી બે ભાઇઓ ઉપર ત્રણ શખ્સોનો હુમલો

ઢીકાપાટુનો અને લાકડીઓ વડે માર માર્યો : પતાવી દેવાની ધમકી આપી : પોલીસ દ્વારા ગુનો નોંધી તપાસ

જામનગર શહેરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતા શખ્સ વિરૂધ્ધ કરેલી પોલીસ અરજીનો ખાર રાખી ત્રણ શખ્સોએ પ્રૌઢાના ઘર પાસે આવી બંને પુત્રોને લાકડી વડે માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -

હુમલાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્વરનગર જલારામ પાર્ક 1 માં શિવબેકરીની બાજુમાં રહેતાં રસીલાબેન લાઠીયા નામના પ્રૌઢાના ઘરે ગુરૂવારે સાંજના સમયે બળદેવસિંહ ઉર્ફે લાલીયો જાડેજા અને બે અજાણ્યા સહિતના ત્રણ શખ્સોએ આવીને પ્રૌઢાને ‘મારા વિરૂધ્ધ પોલીસમાં અરજી કરી છે તે પાછી લઇ લેજે’ તેમ કહી પ્રૌઢાના પુત્ર વિશાલ સાથે બોલાચાલી કરી હતી અને વિશાલને બહાર બોલાવી ત્રણ શખ્સોએ જેમ ફાવે તેમ ગાળો કાઢી ફડાકા ઝીંકી ઢીકાપાટુનો માર માર્યો હતો. મોટાભાઈ ઉપર હુમલો થતા નાનો ભાઈ બચાવવા વચ્ચે પડતા હુમલાખોરોએ પ્રૌઢાના બંને પુત્રોને ઢીકાપાટુનો માર મારી લાકડી વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલા બાદ ઈજાગ્રસ્ત પુત્રોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. બનાવની પ્રૌઢા દ્વારા જાણ કરાતા હેકો વી.પી. સોઢા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular