શું તમારી સાથે પણ આવું થાય છે કે, તમે આજે વાળ ધોયા અને બીજા દિવસે સાંજે તે ફરી ઓઇલી થઇ ગયા અને તમારા મિત્રોને શેમ્પુ કર્યા પછી 2-3 દિવસ વાળ ફ્રેશ લાગે છે. તો તમારી સાથે આવું શા માટે થાય છે ? વાળ ખૂબ જલ્દી ઓઇલી શા માટે થઈ જાય છે તો ચાલો જાણીએ. ડો. ગોવિંદ શું કહે છે ??
તેઓ કહે છે કે, તેનું સૌથી મોટું કારણ છે. તમારા હેર ટાઈપ જો તમારા વાળ પાતળા અને સીધા છે તો તે બહુ જલ્દી ઓઇલી થઈ જાય છે અને વળી તે વારસાગત પણ હોય શકે છે. જેમ કે તમારા માતા-પિતાના વાળ બહુ પાતળા હોય કે ઓઇલી હોય શકે. આ ઉપરાંત વધુ પડતો સ્ટ્રેસ પણ તેના માટે જવાબદાર છે. આ ઉપરાંત વધુ પડતા વાળને ધોવા પણ એક કારણ હોઇ શકે છે. રોજરોજ વાળ ધોવાથી મુળમાં સીવમ બને છે. જેને નેચરલ ઓઇલ કહે છે. ઘણીવખત તમે વાપરેલા પ્રોડટક પણ તમારા ટાઈપ અનુસાર નથી હોતા તો વળી કયારેક વધુ પડતા કંડીશનર અને સીરમ નો વપરાશ પણ જવાબદાર હોય છે. કંડીશનરને મુળમાં ન લગાડવું જોઇએ તેને વાળમાં લગાડવું જોઇએ.
આ ઉપરાંત આપણા ખોરાકની પણ વાળ પર સીધી અસર થાય છે.ઘણો ઓછો આહાર એવો હોય છે જે આરોગવાથી વાળ વધુ ઓઇલી બને છે. જેમ કે તળેલો ખોરાક, ખાંડ, રીફાઈન્ડ, કાર્બોહાઈડેટ્ર, પાસ્તા, સોડા અને વ્હાઈટ બે્રેડ વગેરે જેવા ખોરાક અવોઇડ કરવા જોઇએ. તમારા વાળની ટાઈપ જાણીને તેમાં કઇ પ્રકારના શેમ્પુ કે ઓઇલ વાપરવા તેના માટે તમારા ડોકટરની સલાહ અચુક લેવી જોઇએ.


