લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતી યુવતી તેણીના ઘરેથી કોઇને જાણ કર્યા વગર ચાલી જતા લાપતા થયેલી યુવતીની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના મેઘપર ગામમાં રહેતા વકુભા પરમાર નામના યુવાનની પુતર સપનાબા ઉર્ફે ભૂમિ પરમાર (ઉ.વ.22) નામની યુવતી ગત તા.21 ના રોજ 10 વાગ્યાના અરસામાં તેણીના ઘરેથી કોઇને જાણ કર્યા વગર જતી રહી હતી. બાદમાં યુવતી ઘરે પરત ન ફરતા પરિવારજનો દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. તેમ છતાં યુવતીનો પતો ન લાગતા આખરે પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે મેઘપર પોલીસે યુવતીની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.


