જામનગરથી બેંગ્લોરની ફલાઈટ સેવા અચાનક બંધ કરી દેવામાં આવી છે અને 31મી માર્ચ સુધી આ સુવિધા બંધ કરી દેવામાં આવતા મુસાફરો તેમજ વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે ત્યારે શું વિમાની કંપની દ્વારા સરકારી સબસીડીનો લાભ લેવા જ આ ફલાઇટ શરૂ કરી હતી? તેઓ પણ પ્રશ્ન લોકોમાં ઉઠયો છે ? આ અંગે સરકાર દ્વારા કડક પગલાં લેવાઈ તેમ પણ માંગણી થઈ રહી છે.
જામનગરથી બેંગ્લોર માટે ડાયરેકટ ફલાઈટ શરૂ કરવામાં આવી હતી. સ્ટારએર ની ફલાઈટ સપ્તાહમાં ત્રણ દિવસ જામનગરથી બેંગ્લોર ઉડાન ભરતી હતી. ઉલ્લેખનીય છે કે, બેંગ્લોરમાં અનેક આઇઆઈટી કોલેજો તેમજ અભ્યાસના અનેક ઉચ્ચ ક્ષેત્રો તેમજ બિઝનેસના પણ અનેક વિકલ્પો આવેલા છે.જેમાં જામનગરથી અનેક લોકો તેમજ બેંગ્લોરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા તેમના માતા-પિતા અવરજવર કરતા હોય. તેમના માટે જામનગર-બેંગ્લોરની ફલાઈટ ખૂબ જ સુવિધારૂપ હતી. તેમજ આ અંગે મળતી માહિતી અનુસાર સપ્તાહમાં ત્રણ દિવસ ચાલતી આ ફલાઈટ લગભગ 80 ટકા જેટલી ફુલ રહેતી હતી. આમ વિમાની સેવા કંપનીને મુસાફરો પણ મળી રહેતા હતાં આમ છતાં આ ફલાઈટસ સેવા અચાનક બંધ કરી દેવામાં આવી છે. જેના પરિણામે અનેક મુસાફરો ુશ્કેલીમાં મૂકાયા છે.
િમાની કંપનીને પૂરતો ટ્રાફિક પણ મળતો હોવા છતા અચાનક આ ફલાઈટસ સેવા બંધ કરી દેવામાં આવતા અનેક પ્રશ્નો સર્જાયા છે. આ ઉપરાંત લોકોમાં એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે, શું આ જામનગર – બેંગ્લોર ચલાવતી કંપની દ્વારા સરકારની સબસીડીનો લાભ લેવા માટે જ આ ફલાઈટ સુવિધા શરૂ કરી હતી? આ અંગે સરકાર દ્વારા તાત્કાલિક તપાસ કરી એરલાઈન કંપની વિરૂધ્ધ કડકમાં કડક પગલાં લે તેમ માંગણી ઉઠી છે. એકાએક બંધ કરાયેલ આ ફલાઈટને 31 મી માર્ચ બાદ શરૂ થવાની લોલીપોપ પણ અપાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.