જામનગર શહેરમાં ઓશવાળ કોલોની વિસ્તારમાં ગાયો ભેગી કેમ કરો છો ? તેમ કહેતાં ત્રણ ભાઇઓે પ્રૌઢ ઉપર મકાન બાંધકામના જૂના મનદુ:ખનો ખાર રાખી લાકડીઓ વડે આડેધડ માર માર્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં નાગનાથ ગેઈટ કુંભારવાડા વિસ્તારમાં રહેતાં જીતેન્દ્રભાઈ મોહનભાઈ ભટ્ટી અને આરીફભાઈના શેઠના મકાન બાંધકામ બાબતે મનદુ:ખ ચાલતું હતું તે દરમિયાન ચાર દિવસ પહેલાં ઓશવાળ કોલોની શેરી નંબર-5 માં આરીફભાઈ તેની કાર બહાર કાઢતા હતાં ત્યારે ચિરાગ અશોકભાઈ ડોડિયા, દિપ અશોક ડોડિયા અને આશિફ અશોક ડોડિયા નામના ત્રણ ભાઈઓેએ રોટલી નાખી ગાયો ભેગી કરી હતી. જેથી આરિફભાઈએ ‘અહીં ગાયો કેમ ભેગી કરી છે ?’ તેમ કહેતાં મકાન બાંધકામના જૂના મનદુ:ખનો ખાર રાખી ત્રણ શખ્સોએ જીતેન્દ્રભાઈ અને આરીફભાઈ ઉપર લાકડીઓ વડે આડેધડ હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી ત્યારબાદ બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણના ધારે એએસઆઇ એન.કે. ઝાલા તથા સ્ટાફે ત્રણ ભાઈઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.