Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરની જી.જી. હોસ્પિટલમાં દંપત્તિ ઉપર હુમલો કરી ધમકી

જામનગરની જી.જી. હોસ્પિટલમાં દંપત્તિ ઉપર હુમલો કરી ધમકી

- Advertisement -

જામનગર શહેરના જી.જી. હોસ્પિટલના પટાંગણમાં ચાલીને જતાં દંપત્તિને ચાર શખ્સોએ પથ્થર વડે માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ જામનગર શહેરના કામદાર કોલોની શેરી નં. 8માં અરિહંત એપાર્ટમેન્ટમાં રહેતો મામદભાઇ અબુભાઇ ખફી નામનો વેપારી તેના પત્નિ સાથે જી.જી. હોસ્પિટલમાં નવી બિલ્ડીંગમાં રોડ પર ચાલીને જતો હતો તે દરમિયાન હનિફ અબુભાઇ ખફી નામના શખ્સે બાઇક પર આવી પાછળથી ઠોકર મારી મામદને ઇજા પહોંચાડી હતી. તેમજ તેની પત્નિ રેશ્માબેન હનીફ, રઝિયા શબ્બીરભાઇ નામની બે મહિલાઓએ જેમ ફાવે તેમ ગાળો કાઢી ઢીકાપાટુનો માર મારી તેમજ શબ્બીર અબુ ખફી નામના શખ્સે મામદની પત્નિને પથ્થર વડે માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા દંપત્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં બનાવની જાના આધરે પીએસઆઇ બી.એલ. ઝાલા તથા સ્ટાફે બે મહિલા સહિત ચાર શખ્સો વિરુધ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular