આઈઆઈટી કાનપુરે એક અદભૂત શોધ કરીને સામગ્રી તૈયાર કરી છે. જેના ઉપયોગથી સૈનિકો અદ્રશ્ય થઈ જશે. તો વળી વાયુસેનાનું જેટ પણ અદ્રશ્ય થઈ જશે.
ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ એન્જીનિયરીંગ કાનપુરે એક એવું કાપડ બનાવ્યું છે જેની પાછળ એક પણ સૈનિક દેખાતો નથી. જો ભારતીય સેના તેનો વપરાશ શરૂ કરે તો આપણા સૈનિકો મિસ્ટર ઈન્ડીયા બની જશે. આ એક મેટામેટરિયલ સપાટી કલોકિંગ સિસ્ટમ છે. જે આપણા સૈનિકો, વિમાનો અને ડ્રોનને દુશ્મનોથી બચાવી શકે છે. આ કાપડનો ફાયદો એ છે કે, તે દુશ્મનના રડાર હેઠળ નથી આવતો. તેમજ ઉપગ્રહ, ઈન્ફારેડ કેમેરા, સેન્સર અને થર્મલ ઈમેજર્સથી પણ જોઇ શકાતું નથી.
આ ફેબ્રિકમાંથી લશ્કરી વાહનોના કવર, સૈનિકોના ગણવેશ અથવા એરક્રાફટ કવર બનાવી શકાય છે. આ કાપડ સંપુર્ણપણે સ્વદેશી છે. આ ઉપરાંત તે વદેશમાંથી યાત કરવામાં આવતી સરફેસ કલોકિંગ સિસ્ટમ કરતા 6-7 ગણી સસ્તી છે. આઇઆઈટી કાનપુરના ડાયરેકટર પ્રો. મહિન્દ્ર અગ્રવાલે આ મેટામેટરીયલનું ઉદઘાટન કર્યુ હં. કાનપુર ખાતે યોજાયેલા ડિફેન્સ સ્ટાર્ટઅપ એકઝીબીશનમાં પણ આ કાપડ પ્રદર્શિત કરવામાં આવ્યું હતું. જ્યાં તેની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.
આઈઆઈટીના ત્રણ વૈજ્ઞાનિકો પ્રો. કુમાર વૈભવ શ્રીવાસ્તવ, પ્રો. એસ. અનંત રામકૃષ્ણન અને પ્રો.જે. રામમુકામે સંયુકત રીતે આ મટીરીયલ તૈયાર કર્યુ છે. આ ટેકનોલોજીનું ભારતીય સેના સાથે છ વર્ષથી પરિક્ષણ કરવામાં આવી રહ્યું છે. મેટાતત્વ કંપનીના એમડી અને ભૂતપૂર્વ એર વાઈસ માર્શલ પ્રવિણ ભટ્ટીએ કહ્યું કે જો અમને મંજૂરી મળશે તો અમે એક વર્ષમાં આ સામગ્રી ભારતીય સેનાને આપી શકીશું.