Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાત2036ના ઓલિમ્પિક માટે ગુજરાત સરકારે કસી કમર

2036ના ઓલિમ્પિક માટે ગુજરાત સરકારે કસી કમર

મોદી સ્ટેડિયમમાં ઓપનિંગ સેરેમની, અમદાવાદની બહાર બની શકે ઓલિમ્પિક વિલેજ

- Advertisement -

ગુજરાત નવી ઊંચાઈ પર પહોંચવા જઈ રહ્યું છે. જો બધું સમુસૂતરૂં ઉતર્યું તો અમદાવાદ વિશ્વના પટલ પર છવાઈ જશે. ભારતે ઓલિમ્પિક-2036 માટે પોતાની દાવેદારી નોંધાવી છે. ભારતીય ઓલિમ્પિક એસોસિયેશનએ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કાઉન્સિલને પત્ર લખ્યો છે. જો ભારતની બીડ સફળ રહી તો અમદાવાદને ઓલિમ્પિક 2036ની યજમાની કરવાની સોનેરી તક મળશે. આ સાથે જ ગુજરાત જ નહીં ભારતમાં ઈતિહાસ રચાશે.

- Advertisement -

ઓલિમ્પિક 2036 માટે 4600 કરોડના ખર્ચે 215 એકરમાં સરદાર પટેલ સ્પોર્ટસ એન્કલેવ બની રહ્યું છે. જે ઓલિમ્પિકનું મુખ્ય કેન્દ્ર બનશે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આસપાસ જ અલગ અલગ એરેના અને સ્ટેડિયમ બનશે. રાજ્ય સરકારના અત્યંત આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે કે ઓપનિંગ સેરેમની નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે. મોદી સ્ટેડિયમની આસપાસ 6 સ્પોર્ટસ કોમ્પ્લેક્સ તૈયાર કમાં આવશે. જેનો પ્લાન 2036ની જરૂરિયાત મુજબ તૈયાર કરવામાં આવ્યો છે. ઓલિમ્પિક માટે કઇ કઇ જરૂરિયાત રહેશે તથા કેટલા લોકોની કેપેસિટી રાખવી એ તમામ બાબતે વિચારણા કરીને આ નિર્ણય કરવામાં આવ્યો છે. ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ, ઇકો સિસ્ટમ માટે પણ સ્ટડી કરવામાં આવ્યો છે. 2036ના ઓલિમ્પિક માટે 6,000 થી 10,000 લોકોની કેપેસિટીવાળું મલ્ટિપર્પઝ એરેના તૈયાર કરવામાં આવશે. 5,000 લોકોની કેપેસિટીવાળું રિંગ ઓફ યુનિટી તૈયાર કરાશે. જ્યાં ગરબા, યોગ, ઉત્સવ અને ઓપન બજાર પણ હશે. 18,000 લોકોની કેપેસિટીવાળું મલ્ટિપર્પઝ ઇન્ડોર એરેના, 10,000 પ્રેક્ષકોની કેપેસિટીવાળું ટેનિસ સેન્ટર, સ્વિમિંગ સહિતની ગેમ માટે 12,000 લોકોની કેપેસિટીવાળું એકવાટિસ સેન્ટર તૈયાર કરવામાં આવશે. 50,000 પ્રેક્ષકોની કેપેસિટીવાળું ફૂટબોલ સ્ટેડિયમ પણ તૈયાર કરવામાં આવશે. કેન્દ્ર સરકારે ખેલો ઈન્ડિયા કાર્યક્રમ હેઠળ નારણપુરા સ્પોર્ટસ કોમ્પ્લેક્સ માટે 631 કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવી છે. આ સ્પોર્ટસ કોમ્પ્લેક્સની 80 ટકા કામગીરી પૂર્ણ થઇ ગઇ છે. બી અને ડી બ્લોક 90 ટકા તૈયાર થઈ ગયા છે. સ્વિમિંગ માટે તૈયાર થઈ રહેલા એક્વાટિક સ્ટેડિયમને પણ શેપ અપાઇ ગયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular