જામનગરમાં અતિવૃષ્ટિના કારણે શહેરમાં ઘરોમાં પાણી ઘુસી ગયા હતાં. જે નુકસાનીનો સર્વે થઈ ગયો હોવા છતાં લોકોને સહાય ન મળતા કોંગી કોર્પોરેટરો દ્વારા પ્રાંત અધિકારીને કચેરીએ ઉગ્ર વિરોધ સાથે ધરણાં કર્યા હતાં.
જામનગર શહેરમાં ઓગસ્ટ માસમાં ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતાં કેટલાંક નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં મોટા પ્રમાણમાં પાણી ઘુસી જતાં લોકોને ભારે નુકસાની થઈ હતી જે અંગે તંત્ર દ્વારા સર્વે કરી ફોર્મ ભરાવડાવીને સહાય ચૂકવવામાં આવી રહી છે. આમ છતાં શહેરના કેટલાંક વિસ્તારોમાં સહાય ચૂકવવામાં આવી ન હોય, લોકોએ ફોર્મ ભર્યા હોવા છતાં સહાય હજુ સુધી ન મળતા વોર્ડ નંબર 4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા દ્વારા પ્રાંત અધિકારીની કચેરી ખાતે લોકોને સાથે રાખી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જેને લઇ તંત્ર દ્વારા લેખિતમાં આપ્યું હતું કે, જેને સહાય મળવાપાત્ર થશે અને જે લોકોના નામ લીસ્ટમાં છે તેઓને 30 દિવસની અંદર તેમના બેંક એકાઉન્ટમાં સહાય ચુકવી આપવામાં આવશે આમ તંત્ર દ્વારા ખાતરી અપાતા મામલો થાળે પડયો હતો.