Saturday, December 21, 2024
Homeરાજ્યજામનગરઆયુર્વેદ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થી ગરબે ઘૂમ્યા

આયુર્વેદ યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થી ગરબે ઘૂમ્યા

વિદ્યાર્થીઓ એ વિવિધ વેશભૂષા ધારણ કરી : વિદ્યાર્થીઓ તથા કર્મચારીઓ જોડાયા

- Advertisement -

- Advertisement -

હાલમાં માતાજીની આરાધનાના મહાપર્વ એવા નવલા નોરતાની ભક્તિભાવપૂર્વક ઉજવણી થઈ રહીછે. જામનગર શહેર જિલ્લામાં પ્રાચિન-અર્વાચિન નવરાત્રિ મહોત્સવમાં ગરબાની રમઝટ બોલી રહી છે. શહેરની વિવિધ શાળા-કોલેજોમાં પણ વેલકમ નવરાત્રિ તથા નવરાત્રિના આયોજનો થતા હોય છે. જેમાં જામનગરમાં આવેલી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટફીમાં પણ દર વર્ષે નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આ વર્ષે પણ ઈન્સ્ટીટયુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઈન આયુર્વેદ (આઈટીઆરએ) જામનગર ખાતે સેકન્ડ યર એમ ડી સ્ટુડન્ટ દ્વારા રંગતાલી 2024 નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. તા.3 થી તા.7 ઓકટોબર સુધી આ નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું છે. જેમાં આયુર્વેદ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ તેમજ આયુર્વેદમાં વિવિધ વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓ નવરાત્રિ મહોત્સવમાં જોડાયા હતાં અને ગરબે ઘૂમ્યા હતાં. આ નવરાત્રિ મહોત્સવમાં વિદેશી વિદ્યાર્થીઓ પણ ગરબે ઘૂમ્યા હતાં તેમજ વિદ્યાર્થીઓ મહાદેવ સહિતની વેશભૂષા ધારણ કરી હતી અને નવરાત્રિનો આનંદ માણ્યો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular