‘આવ્યા રૂડા નોરતા રે… માડી રમે છે. ચાચર ચોકમાં…’ માઁ નવદુર્ગાની આરાધનાનું પર્વ શરુ થઇ ગયું છે. ત્યારે સમગ્ર વાતાવરણ આસ્થા અને શ્રધ્ધાથી રંગાયું છે. ત્યારે પટેલ કોલોની 6 નંબર ખાતે છેલ્લા 26 વર્ષથી મોમાઇ ગરબી મંડળ દ્વારા અર્ચન નવરાત્રિ મહોત્સવનું આયોજન થાય છે. ત્યારે આ આયોજનને સફળ બનાવવા માટે જામનગરના જાણીતા એડવોકેટ જે.સી. વિરાણી, વોર્ડ નં. 5ના કોર્પોરેટર સરોજબેન વિરાણી, મુકેશ શારડા, વિમલભાઇ દવે, સુભાષભાઇ દત્તાણી, રજનીભાઇ, ભરતભાઇ, પિયુષભાઇ, પાર્થભાઇ પંડયા, દર્શનાંગીબેન પંડયા જહેમત ઉઠાવી રહ્યા છે.