Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર અને જિલ્લામાં હાજર થયેલા સાત પોલીસ ઈન્સ્પેકટરોની નિમણૂંક

જામનગર શહેર અને જિલ્લામાં હાજર થયેલા સાત પોલીસ ઈન્સ્પેકટરોની નિમણૂંક

પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા સાત પીઆઇને પોલીસ સ્ટેશનો સોંપાયા : જિલ્લામાં ફરજ બજાવતા અન્ય પાંચ પીઆઈની આંતરિક બદલી

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં હાજર થયેલા સાત પોલીસ ઈન્સ્પેકટરની નિમણૂંક કરવામાં આવી છે તથા પાંચ પોલીસ ઈન્સ્પેકટરોની આંતરિક બદલીના આદેશ પોલીસ વડા દ્વારા કરવામાં આવ્યો છે.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં હાલમાં જ રાજ્ય સરકાર દ્વારા પોલીસ ઈન્સ્પેકટરોની કરાયેલી બદલીના આદેશોમાં સાત પીઆઈની જામનગર જિલ્લામાં બદલી કરવામાં આવી હતી. હાજર થયેલા વલસાડના પી ટી જયસ્વાલને મેઘપર પોલીસ સ્ટેશન, આણંદથી હાજર થયેલા એ એસ રબારીની જામજોધપુર પોલીસ સ્ટેશન, સાબરકાંઠાથી હાજર થયેલા જે જે ચાવડાને સિટી સી પોલીસ સ્ટેશન, અમદાવાદ શહેરમાં હાજર થયેલા આઈ એ ધાસુરાને સાયબર ક્રાઈમ અને વી બી ચૌધરીને સિક્કા પોલીસ સ્ટેશનમાં તથા અમરેલીથી હાજર થયેલા કે એલ ગરચળને લાલપુર પોલીસ સ્ટેશન અને વડોદરા શહેરમાંથી એન એન શેખને પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ અધિક્ષક પ્રેસમુખ ડેલ દ્વારા નિમણૂંક કરવામાં આવી છે તેમજ જિલ્લામાં ફરજ લીવ રીઝર્વમાં ફરજ બજાવતા વી જે રાઠોડને પંચકોશી બી ડીવીઝન તથા જામજોધપુરના વાય જે વાઘેલાને એએચટીયુમાં તથા સિટી સી ડીવીઝનના જે વી ચૌધરીને એરપોર્ટ સિકયોરિટીમાં તથા કાલાવડ ટાઉનના એન બી ડાભીને કાલાવડ ગ્રામ્ય અને એરપોર્ટ સિકયોરિટીના એચ વી રાઠોડને ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે બદલી કરવાનો આદેશ કરવામાં આવ્યો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular