‘હર હર મહાદેવ’ના નાદથી સમગ્ર છોટીકાશી ગુંજી ઉઠયા બાદ હવે ગણપતિબાપ્પાના આગમનનો સમય આવી ગયો છે. ભાદરવા સુદ ચોથથી ઘરે-ઘરે બાપ્પાની પધરામણી થશે. ત્યારે બજારોમાં ગણેશ ચતુર્થીને લઇને ખરીદી અને તૈયારીનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે ઇકો ફ્રેન્ડલી ગણપતિ તરફ લોકો આકર્ષાઇ માટીના ગણપતિની માગ જોવા મળી રહી છે.
શિવપુરાણ અનુસાર ગણેશજીના જન્મની દંતકથામાં કહેવાય છે કે, દેવી પાર્વતીએ પુત્રમાં ફેરવવાની ઇચ્છા છે. માટીની પુતળિયો બનાવ્યો હતો. જે ભગવાન ગણેશ હતાં. આ સિવાય શિવ મહાપુરાણમાં પણ મૂર્તિને રેતીની મૂર્તિને મહત્વ આપવામાં આવ્યું છે. તેમજ વિષ્ણુ ધર્મોંતર પુરાણ મુજબ ગંગા અને અન્ય પવિત્ર નદીઓની માટીથી બનેલી મૂર્તિની પૂજા કરવાથી તમામ દુ:ખ દૂર થાય છે. તેમજ ભાવિષપુરાણ અનુસાર સોના, ચાંદી અને તાંબાની બનેલી મૂર્તિઓ તેમજ માટીની મૂર્તિઓને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. આ સિવાય ખાસ ઝાડની લાકડાની બનેલી મૂર્તિઓ પણ પવિત્ર માનવામાં આવે છે. આમ પુરાણ સમયથી જ ઇકો ફ્રેન્ડલી અને માટીની મૂર્તિનું મહત્વ બતાવવામાં આવ્યું છે.
ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનું સ્થાપન પર્યાવરણ અને આરોગ્યને શ્રેષ્ઠ અને ઉત્તમ રાખવા અનિવાર્ય છે. પર્યાવરણને નુકસાનથી બચાવે, પાણીમાં ઝડપથી ઓગળી જાય છે. હાનિકારક કેમિકલથી થતાં નુકસાનથી બચી શકાય છે. રાસાયણિક રંગોથી પાકને પણ થતી અસરોથી બચી શકાય. આમ હવે જનતા પણ જાગૃત થઇ ગઇ છે. લોકો પ્રાકૃતિક ચીજો તરફ વળી રહ્યાં છે. પર્યાવરણ પ્રત્નયે પોતાની ફરજ સમજીને ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વધુ પસંદ કરી રહ્યાં છે.
જામનગરકમાં 155થી વધુ પ્રકારની વિવિધ મૂર્તિઓ બનાવવામાં આવે છે. પર્યાવરણના જતનના શુભ ઉદેશ્યથી માટીની મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે. અઢી હજારથી વધુ મૂર્તિઓ બનાવાઇ હોય, મોટાભાગની મૂર્તિઓનું વેચાણ થઇ ગયું છે. સરકાર દ્વારા પણ પ્લાસ્ટર ઓફ પેરીસની મૂર્તિના વેચાણ પર પ્રતિબંધ લગાવાયું છે. ત્યારે ઘરે-ઘરે માટીના ઇકો ફ્રેન્ડલી ગણપતિ બિરાજશે.