Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગર18 જૂગારદરોડામાં 28 મહિલા સહિત 104 શખ્સો ઝડપાયા

18 જૂગારદરોડામાં 28 મહિલા સહિત 104 શખ્સો ઝડપાયા

જામજોધપુરમાંથી છ શખ્સો રૂા.71,500 ની રોકડ સાથે જૂગાર રમતા ઝડપાયા : જામનગરમાં ગોલ્ડનસીટી સામેથી સાત મહિલાઓ જૂગાર રમતી ઝડપાઇ : દિગ્વીજય પ્લોટમાંથી છ મહિલા સહિત છ શખ્સો જૂગાર રમતા ઝડપાયા

- Advertisement -

જામનગર શહેર-જિલ્લામાં પોલીસ દ્વારા 18 જૂગાર દરોડામાં 28 મહિલાઓ સહિત 104 શખ્સોને જૂગાર રમતા ઝડપી લઇ જૂગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામજોધપુરમાં સ્વામિનારાયણ મંદિર પાસે શેરીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે જામજોધપુર પોલીસે રેઈડ દરમિયાન કાયા ભોજા મોવાણીયા, ગુલમામદ જમાલ રાવકરડા, ભરત વિશા દાસા, ભાવિન મથુરાદાસ ઉદેસી, સુરેશ ગીરધર ખાંટ તથા રાજેશ રામજી કાંજિયા નામના છ શખ્સોને ઝડપી લઇ રૂા.71,500 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ સમગ્ર કાર્યવાહી જામજોધપુરના પીઆઈ વાય.જે.વાઘેલા, હેકો એસ.આર. પરમાર, પો.કો. અશોકભાઈ ગાગીયા, સરમણભાઈ ગરચળ, પ્રકાશભાઈ ભાટીયા, વિમલભાઈ વૈરૂ, વલ્લભભાઈ ભાટુ તથા સામતભાઇ ચંદ્ર્રાવાડિયા દ્વારા કરવામાં આવી હતી.

બીજો દરોડો, જામનગર શહેરમાં 49-દિગ્વીજય પ્લોટ ઓધવરામનગરમા જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી સી ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન દિપક દામજી કટારમલ, આદિત્ય જયેશ ખાનિયા તથા છ મહિલાઓને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા. 18090 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -

ત્રીજો દરોડો, જામનગર શહેરમાં ગોલ્ડન સીટી સામે તંબોલીભવન વીંગ-એ નીચે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસે સાત મહિલાઓને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.10,270 ની રોકડ રકમ અને ગંજીપના સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ચોથો દરોડો, જામનગરમાં 58-દિગ્વીજય પ્લોટ ક્રિષ્ના કોલોની શેરી નં.7 માંથી સીટી એ પોલીસે મિતુલ હેમચંદ શાહ, નિમેશ હેમચંદ શાહ, શૈલેષ ધીરજલા હરીયા, આશિષ ધિરજલાલ શાહ સહિત છ શખ્સોને જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.31,500 ની રોકડ રકમ તથા રૂા.10,000 ની કિંમતના બે નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂા. 41,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ જૂગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

પાંચમો દરોડો, જોડિયા તાલુકામાં જડેશ્ર્વર મહાદેવ મંદિર પાસે જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે જોડિયા પોલીસે રેઈડ દરમિયાન પ્રવિણસિંહ બેચુભા જાડેજા, હુશેન કાસમ છેર, જયપાલસિંહ જીતુભા જાડેજા, અજયસિંહ જશુભા સોઢા, સલીમ યુસુફ ખીરાણી નામના પાંચ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.10,720 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

છઠો દરોડો, જામનગરના પસાયા-બેરાજામાં રામજી મંદિર પાછળથી પંચ એ પોલીસે રેઈડ દરમિયાન જેરામ નાથા મોલિયા, ગોવિંદ પાચા ઉજરીયા, રાજપાલસિંહ ચંદુભા જાડેજા, દિપસિંહ બનેસંગ જાડેજા તથા ગોપાલ પાચા ઠુંગા નામના પાંચ શખસોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.12,270 ની રોકડ રકમ તથા રૂા.20,000 ની કિંમતના ચાર નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂા.32,270 નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

 

સાતમો દરોડો, જામનગરમાં સરદાર પાર્ક શેરી નં.4 માં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પંચ એ પોલીસે રેઈડ દરમિયાન અશ્ર્વિન રામજી ગોહિલ, મહેશ રમેશ ગોહિલ તથા વિજય લીલાધર ઘઈડા નામના ત્રણ શખ્સોને જૂગાર રમતા ઝડપી લઇ રૂા.3,360 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આઠમો દરોડો, ધ્રોલ તાલુકામાં પડધરીનાકુ સાત ડેરી સામેની શેરીમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે ધ્રોલ પોલીસે રેઈડ દરમિયાન મનસુર યુનુસ જશરાયા, સલીમ મામદ છેર, અશોક ઉર્ફે કાનો રાજુ પલાણ, અજીજ અલીમામદ બ્લોચ, અક્રમ મામદ બ્લોચ, શાહરૂખ રજાક ગજણ, હુશેન સુમાર લાડક સહિત સાત શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.15,850 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

નવમો દરોડો, જામનગરમાં ગોકુલનગર દલવાડીનગર શેરી નં.5 માંથી સિટી સી પોલીસે બાબુરામ લોઢાસિંહ કુશ્વાહ, રાજવીર રામબીહારી કુશ્વાહ, અજયસિંહ મુલાયમસિંહ કુશ્વાહ, મહેન્દ્રસીંગ રામબીહારી કુશ્વાહ, શીવકુમાર શ્યામબાબુ કુશ્વાહ, ભૂપેન્દ્ર જયપાલસિંહ પરમાર નામના છ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.11,880 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી જૂગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

દશમો દરોડો, જામનગરમાં ખેતીવાડી સામે ન્યુ ઈન્દીરા કોલોની શેરી નં.2 માં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસે રેઈડ દરમિયાન મનોજ માધવજી રાઠોડ, બચુ બાના ગડળ, ગીરધર ભોજા મકવાણા, સંજય જેઠા ગોહિલ, વિજય કારા રોશીયા, ભાવેશ ભીખા મકવાણા,સુરેશ તેજા જાદવ, અમિત કેશુ ગોહિલ, વશરામ પાલા મકવાણા સહિત નવ શખ્સોને જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.21,650 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્ઝે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

અગિયારમો દરોડો, જામનગરમાં વિકટોરીયા પુલથી નાગેશ્ર્વર જવાના રસ્તે હનુમાનજીના મંદિર પાસેથી સિટી બી પોલીસે મયુર મનોજ બારીયા તથા હિતેશ લાલજી પડાયા નામના બે શખ્સોને ચલણી નોટોના નંબર પર એકીબેકીના આંકડા બોલી એકીબેકી નામનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.1170 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

બારમો દરોડો, જામનગરના શંકરટેકરી સુભાષપરા શેરી નં.2 માં જાહેરમાં જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસે જયરાજસિંહ અશોકસિંહ જાડેજા, ખોડુ કારા મકવાણા, કમલેશ કિશોર કમોયા, સંજય રવજી ચૌહાણ, અમિત પ્રવિણ મસાલિયા, અરવિંદ ધીરજલાલ મજીઠીયા, રસિક બાબુ ચારોલા તથા વિશાલ હિતેશ વિસાવડિયા નામના આઠ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.10670 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

તેરમો દરોડો, જામનગરમાં હનુમાન ટેકરી સોનલનગર, મેલડી માતાજીના મંદિર પાસેથી સિટી સી પોલીસે રેઈડ દરમિયાન મોહિત રાજુ દેગામા, સબીર અલી ભટ્ટી તથા અસગર રજાક સાટી નામના ત્રણ શખ્સોને જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.2310 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથધ રી હતી.

14મો દરોડો, જામનગરમાં ગોકુલનગર, મયુરનગર, પ્રજાપતિની વાડી પાછળ છેલ્લી શેરીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસે છ મહિલાઓને રૂા.11,600 ની રોકડ રકમ સાથે જૂગાર રમતા ઝડપી લીધી હતી અને નોટિસ આપી હતી.

પંદરમો દરોડો, જામનગરમાં ગોલ્ડન સીટી શિવ હોટલની પાછળ જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે સિટી સી પોલીસે રેઈડ દરમિયાન હિતેશ ભીખુ નાંગેશ તથા નવ મહિલાઓને તીનપતિનો જૂગાર રમતા ઝડપી લઇ રૂા.12,510 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી જૂગારધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સોળમો દરોડો, જામનગરના મસીતિયા રોડ પર શિવમ પાર્કના ખુણે જાહેરમાં જાહેરમાં જૂગાર રમતા અરબાઝ સીદીકી, ચમન ભોલેરામ મોર્ય તથા સાજીદ સાબીર ખાન નામના ત્રણ શખ્સોને પંચ બી પોલીસે ઝડપી લઇ રૂા.5670 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સતમો દરોડો, કાલાવડ ગ્રામ્યમાં ખરેડી ગામમાં સંધીવાળી શેરીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે કાલવડ પોલીસે રેઈડ દરમિયાન સમીર નુરમામદ દલ, અસરફ ભીખા દલ, રમેશ કુળજી ભાલારા, ઈકબાલ ઈબ્રાહિમ દલ, રમેશ રણછોડ ધાડિયા, રાહીલ હબીબ દલ તથા ચિરાગ રસિક ધામેચા નામના સાત શખ્સોને જૂગાર રમતા ઝડપી લઇ રૂા.10660 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અઢારમો દરોડો, મેઘપર (પડાણા)ના કાનાલુસ ગામમાં જાહેરમાં જૂગાર રમતા હિરા ગોવિંદ પરમાર, સુરેશ નારણ પરમાર તથા દિપક ગોવિંદ પરમાર નામના ત્રણ શખ્સોને મેઘપર પોલીસે જૂગાર રમતા ઝડપી લઇ રૂા.2620 ની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular