Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરપૂલ પર પાણીના પ્રવાહમાં તણાઈ જતાં પ્રૌઢનું મોત

પૂલ પર પાણીના પ્રવાહમાં તણાઈ જતાં પ્રૌઢનું મોત

જામજોધપુર તાલુકાના જીણાવારી ગામની ઘટના : પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી

જામજોધપુર તાલુકાના જીણાવારી ગામમાં રહેતાં પ્રૌઢ ગામના પુલ ઉપર પાણીમાંથી પસાર થતા હતાં ત્યારે એકાએક પાણીનો પ્રવાહ વધી જતાં તણાઈ જતાં મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામજોધપુર તાલુકાના જીણાવારી ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતા પરબતભાઈ રામાભાઈ પાથર (ઉ.વ.55) નામના પ્રૌઢ ગત તા.27 થી તા.30 સુધીના સમય દરમિયાન ગામના પુલ ઉપર પાણીના પ્રવાહમાંથી પસાર થતા હતાં તે દરમિયાન અચાનક પાણીનો પ્રવાહ વધી જતાં પ્રૌઢ તણાઈને પાણીમાં લાપતા બની ગયા હતાં. ત્યારબાદ આ અંગેની મૃતકના પુત્ર રોહિતભાઈ દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. પરમાર તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ પ્રૌઢની શોધખોળ માટેની કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular