Wednesday, January 8, 2025
Homeરાજ્યહાલારભાણવડ તાલુકાના શેઢાખાઈમાં પરિણીત યુવાનના હત્યારાઓ જેલ હવાલે

ભાણવડ તાલુકાના શેઢાખાઈમાં પરિણીત યુવાનના હત્યારાઓ જેલ હવાલે

દોઢ વર્ષ પહેલાં મુસ્લિમ યુવતી સાથે લગ્ન કરનાર યુવાનની નિર્મમ હત્યા : સગીર આરોપીને બાળ સુધાર ગૃહમાં મોકલાયો

- Advertisement -

ભાણવડ તાબેના શેઢાખાઈ ગામે રહેતા એક પરિણીત યુવાન દ્વારા કરવામાં આવેલા પ્રેમ લગ્નના મનદુ:ખના અનુસંધાને તેમના પત્નીના કાકા, ભાઈઓ દ્વારા એકસંપ કરીને આ યુવાનની ઘાતકી હત્યા નિપજાવવામાં આવી હતી. તે પ્રકરણમાં પોલીસે તાકીદની કાર્યવાહી કરી, ઝડપી લેવામાં આવેલા તમામ શખ્સોને જિલ્લા જેલ હવાલે તથા અન્ય એક તરુણને બાળ સુધાર ગૃહ ખાતે મોકલી દેવામાં આવ્યો છે.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અત્યંત ચકચારી બની ગયેલા આ પ્રકરણમાં ભાણવડથી આશરે 15 કિલોમીટર દૂર આવેલા શેઢાખાઈ ગામે રહેતા યાજ્ઞિક લક્ષ્મીદાસભાઈ દુધરેજીયા નામના 24 વર્ષના યુવાને આજથી આશરે દોઢેક વર્ષ પૂર્વે આ જ ગામની રમઝા નામની યુવતી સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા. ત્યાર બાદ આજથી આશરે દોઢેક માસ પૂર્વે તેમને એક પુત્રીનો જન્મ થતા તેઓ બહારગામથી પરત શેઢાખાઈ ગામે રહેવા આવ્યા હતા.

આ પ્રેમ સંબંધ તથા લગ્ન રમઝા ઉર્ફે હેતલના પરિવારજનોને મંજુર ન હોવાથી શનિવારે બપોરના સમયે રમઝા ઉર્ફે હેતલના ભાઈઓ તથા કાકા વિગેરેએ મળી, અને કુહાડી , પાઈપ વિગેરે જેવા જીવલેણ હથિયારો વડે ધસી આવી અને માવો ખાવા ગયેલા યાજ્ઞિક દુધરેજીયા ઉપર બસ સ્ટેન્ડ નજીક ઘાતક હુમલો કરતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં વધુ સારવાર અર્થે તેમને જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા માર્ગમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

- Advertisement -

આ સમગ્ર હત્યા પ્રકરણમાં જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની સૂચના મુજબ અહીંના ડીવાયએસપી ડો. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી તથા ભાણવડ પોલીસ મથકની ટીમ દ્વારા તાકિદની કાર્યવાહી કરીને યુવતીના પિયરીયાઓ એવા સાજીદ ઈશા દેથા (ઉ.વ. 26), સલીમ હુસેન દેથા (ઉ.વ. 32), જુમા મુસા દેથા (ઉ.વ. 40), આદમ મુસા ઉર્ફે આદુ (ઉ.વ. 42),ઓસમાણ મુસા ઉર્ફે ભકો દેથા (ઉ.વ. 42), હોથી કાસમ ઉર્ફે ડાડો દેથા (ઉ.વ. 27)સહિતના શખ્સો સામે ભાણવડ પોલીસે હત્યા સહિતની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, ગણતરીના કલાકોમાં આ છ શખ્સોની અટકાયત કરી, ધોરણસર કાર્યવાહી કરી હતી.

આ સમગ્ર પ્રકરણના તપાસનીસ અધિકારી પી.એસ.આઈ. કે.કે. મારુ દ્વારા ઉપરોક્ત તમામ શખ્સોને ગઈકાલે સ્થાનિક અદાલતમાં રજૂ કરતા નામદાર અદાલતે ઉપરોક્ત તમામ છ આરોપીઓને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. જેથી તમામને જામનગર જિલ્લા જેલ હવાલે મોકલી આપવામાં આવ્યા છે. જ્યારે અન્ય એક તરુણને રાજકોટ ખાતે બાળ સુધાર ગૃહમાં મોકલી દેવામાં આવ્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

- Advertisement -

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં છેલ્લા કેટલાક સમયગાળા દરમિયાન હત્યા સહિતના બનાવમાં તમામ આરોપીઓ ઝડપાઈ ગયા છે. સાથે ગત શનિવારના શેઢાખાઈ ગામના હત્યા પ્રકરણના આરોપીઓને પણ પોલીસ દ્વારા તાકીદની કાર્યવાહી કરી અને 24 કલાકમાં ઝડપી લેવા પોલીસને નોંધપાત્ર સફળતા મળી છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular