Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરજામ્યુકો દ્વારા 15 પાણીપુરી અને 8 શેરડીના રસનું વેંચાણ બંધ કરાવાયું

જામ્યુકો દ્વારા 15 પાણીપુરી અને 8 શેરડીના રસનું વેંચાણ બંધ કરાવાયું

78 લીટર પાણીપુરીનું પાણી, 11 કિલો પાણીપુરીનો માવો, 193 કિલો બરફ અને 5 કિલો મન્ચુરીયનનો નાશ કરાવ્યો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની ફુડ શાખા દ્વારા શહેરમાંથી ચેકિંગ દરમિયાન 78 લીટર પાણીપુરીનું પાણી અને 11 કિલો પાણીપુરીનો માવો તથા 193 કિલો બરફ તથા પાંચ કિલો મન્ચુરીયનનો નાશ કરાવ્યો હતો તેમજ 11 પાણીપુરી અને 8 શેરડીના રસના વેંચાણકર્તાઓને બીજો આદેશ ન થાય ત્યાં સુધી વેંચાણ બંધ કરાવ્યું હતું.

- Advertisement -

જામનગર શહેરમાં કોલેરાના કેસો વધી રહ્યા છે જેને લઇ તંત્ર સતર્ક બન્યું છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાના કમિશનરના જાહેરનામા અંતર્ગત આરોગ્ય અધિકારીના હુકમ અન્વયે જામનગર શહેરમાં પાણીપુરી, બરફ, ગોલા, શેરડીનો રસ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાથી ફુડ શાખા દ્વારા જનતા ફાટક ખોડિયાર કોલોની, લાલ બંગલો, એસ.ટી, રણજીતનગર, મેહુલનગર, મીગ કોલોની, સમર્પણ સર્કલ, પટેલ કોલોની, વિકાસ ગૃહ રોડ, ગુરૂદ્વારા સર્કલ, જી. જી. હોસ્પિટલ સામે, ગાંધીનગર, રામેશ્ર્વરનગર, નવાગામ ઘેડ, ખડખડનગર સહિતના વિસ્તારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ચેકિંગ દરમિયાન મીગ કોલોનીમાં રમણભાઈ સોડામાંથી 25 કિલો બરફ, કચ્છી સ્નેકસમાંથી 5 કિલો મન્ચુરીયન, જનતા ફાટક પાસે જામ રસ ડિપોમાંથી આઠ કિલો બરફ, ખોડિયાર કોલોનીમાં આશાપુરા રસ ડિપોમાંથી 10 કિલો બરફ, શાહ ડેરીમાંથી 150 કિલો બરફ, જય માતાજી રસ ડિપોમાંથી 10 કિલો બરફ, પટેલ કોલોની વિકાસ ગૃહ રોડ પરથી શ્રીરામ પાણીપુરીમાંથી 30 લીટર પાણીપુરીનું પાણી અને બે કિલો પાણીપુરીનો માવો, ધનલક્ષ્મી પાણીપુરીમાંથી 10 લીટર પાણીપુરીનું પાણી અને 1 કિલો પાણીપુરીનો માવો, આશાપુરા ફલેવર પાણીપુરીમાંથી 15 લીટર પાણીપુરીનું પાણી અને 2 કિલો પાણીપુરીનો માવો, નેહાબેન પાણીપુરીમાંથી 20 લીટર પાણીપુરીનું પાણી અને 5 કિલો પાણીપુરીનો માવો, નિરજ પાણીપુરીમાંથી 03 લીટર પાણીપુરીનું પાણી અને 1 કિલો પાણીપુરીનો માવાનો નાશ કરાવ્યો હતો.

આ ઉપરાંત લાલ બંગલા પાસે શ્રીરામ રસ ડિપો, મિગ કોલોનીમાં ડિલકસ રસ, એસ.ટી. ડેપો પાસે શકિતરાજ રસ, જનતા ફાટક પાસે દિપ સાગર રસ ડિપો, જામ રસ ડિપો, ખોડિયાર કોલોનીમાં આશાપુરા રસ ડિપો, જય માતાજી રસ ડિપો, મેહુલનગરમાં હિતુલાલ રજવાડી ગોલા, સત્યમ કોલોનીમાં બચપન પાણીપુરી, ગુરૂદ્વારા સર્કલ પાસે બાજરીયા રસ ડિપો, જી. જી. હોસ્પિટલ સામે બાજરીયા રસ ડિપો, પટેલ કોલોની વિકાસ ગૃહ રોડ પર શ્રીરામ પાણી પુરી, ધનલક્ષ્મી પાણીપુરી, આશાપુરા ફલેવર પાણીપુરી, નેહાબેન પાણીપુરી, નિરજ પાણીપુરી, નવાગામ ઘેડમાં સંતરામ પાણીપુરી, સનમ પાણીપુરી, હિતેશભાઈ પાણીપુરી, જયેશભાઈ પાણીપુરી, શ્રીરામ પાણીપુરી, સાંઈબાબા મંદિર પાસે ગાંધીનગર તન્વી પાણીપુરી, શ્રીરામ પાણીપુરી, સંતરામ પાણીપુરી, ગાંધીનગરમાં આશાપુરા પાણીપુરી સહિતના તમામ બીજો આદેશ ન થાય ત્યાં સુધી વેંચાણ બંધ કરાવવામાં આવ્યું છે.

- Advertisement -

તેમજ મીગ કોલોનીમાં બાપાસીતારામ ટી સ્ટોલ, ક્રિકેટ બંગલા સામે રજવાડી સોડા, રણજીતનગરમાં કનૈયા અલ્પાહાર, કારાભાઈ ઘુઘરાવાળા, શ્રીજી ખમણ હાઉસ, ખોડિયાર કોલોનીમાં જય માતાજી હોટલ, પુજા ફાસ્ટફુડ, મારાજ ગાઠીયાવાળા, જાગૃત્તિ હોટલ, શિવ પરોઠા, જલારામ ઘુઘરા, મહાવીર સ્વીટ એન્ડ ફરસાણ, જામનગરી પકવાન, શ્રી રાધે નાસ્તાભુવન, ખોડિયાર લચ્છી, આશાપુરા ટી, નવાગામ ઘેડમાં રામનાથ ફરસાણ, પટેલ વાડીમાં હરીઓમ સ્વીટ એન્ડ ફરસાણ, રામેશ્ર્વરચોકમાં જાગૃત્તિ હોટલ, મોમાઈ હોટલ, વિકાસ ગૃહ રોડ પર ભરતભાઈ ચા વાળા સહિતના સ્થળોએ પાણીમાં કલોરીનેશન જાળવવા ખાદ્ય પદાર્થ ઢાંકીને રાખવા તથા સ્વચ્છતા જાળવવા સહિતની સૂચનાઓ આપવામાં આવી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular