Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરસાંસદ પૂનમબેનની રજૂઆતને સફળતા : જી. જી. હોસ્પિટલમાં બાળકો માટે ગ્રોથ હોર્મોન્સ...

સાંસદ પૂનમબેનની રજૂઆતને સફળતા : જી. જી. હોસ્પિટલમાં બાળકો માટે ગ્રોથ હોર્મોન્સ ટ્રીટમેન્ટનના 719 ઈન્જેકશનો ફાળવાયા

પૂનમબેન દ્વારા મુખ્યમંત્રી અને આરોગ્યમંત્રીનો આભાર વ્યકત કર્યો

- Advertisement -

હાલારના સાંસદ પૂનમબેન માડમની રજૂઆતને ધ્યાને લઇ રાજ્ય સરકાર દ્વારા જી. જી. હોસ્પિટલમાં બાળકો માટે ગ્રોથ હોર્મોન્સ ટ્રીટમેન્ટના 719 નંગ ઈન્જેકશન પૂરા પાડવામાં આવ્યા છે. જેને લઇ સાંસદ પૂનમબેન માડમ દ્વારા મુખ્યમંત્રી તથા આરોગ્ય મંત્રીનો આભાર વ્યકત કર્યો હતો.

- Advertisement -

સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પીટલમાં જામનગર અને દેવભૂમિ દ્વારકાના બાળકો માટેના ગ્રોથ હોરમોન્સ ટ્રીટમેન્ટના 719 ઇન્જેક્શન તાકીદે પૂરા પાડ્યા છે. આ ઇંજેક્શન બાળકોના સમતોલ વૃદ્ધિ અને વિકાસ માટે અત્યંત આવશ્યક છે અને તેની કોસ્ટ રૂપીયા 25 લાખ જેટલી થાય છે જે સારવાર જરૂરીયાતમંદ બાળકોને જી.જી.હોસ્પીટલમાંથી વિનામુલ્યે મળશે. સંસદસભ્ય પૂનમબેન માડમની રજુઆતના પગલે હાલારના બંને જિલ્લાના બાળ દર્દીઓ માટે આ તાત્કાલીક વ્યવસ્થા કરવામાં આવતા સાંસદ પૂનમબેનએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ અને આરોગ્યમંત્રી ઋષિકેશભાઇ પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular