Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરધ્રોલ બસ ડેપોમાંથી બનાવટી મુસાફર પાસ બનાવવાનું કૌભાંડ ઝડપાયું - VIDEO

ધ્રોલ બસ ડેપોમાંથી બનાવટી મુસાફર પાસ બનાવવાનું કૌભાંડ ઝડપાયું – VIDEO

ધ્રોલ- મોરબી રૂટની બસની રૂટમાં સિકયોરીટી દ્વારા ચેકિંગ દરમિયાન પર્દાફાશ : ધ્રોલ ડેપોમાંથી સીપીયુ અને કોમ્પ્યુટર કબ્જે કરાયું : 125 થી વધુ ડુપ્લીકેટ હોવાની આશંકા

ધ્રોલ એસ.ટી. ડેપોમાં પાસ બનાવનાર કર્મચારીએ જ મુસાફરોના બનાવટી પાસ બનાવવાનું કૌભાંડ આચરી 125 જેટલા ડુપ્લીકેટ પાસ બનાવ્યા હોવાનું સિકયોરિટી દ્વારા કરવામાં આવેલા પર્દાફાશમાં ખુલ્યું હતું. જેના આધારે તંત્ર દ્વારા આ બનાવ અંગે તપાસ હાથ ધરી આગળની કાર્યવાહી આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર જિલ્લાના ધ્રોલ એસ.ટી. ડેપોમાંથી દરરોજ મુસાફરી કરતા વિદ્યાર્થીઓ અને નોકરીયાત વર્ગના લોકો માટેના પાસમાં મુસાફરને ફાયદો થતો હોય છે. જેના કારણે મુસાફરી કરતા લોકો પાસ બનાવતા હોય છે. પરંતુ, ધ્રોલના એસટી ડેપોમાં ફરજ બજાવતો શૈલેષ નામનો કર્મચારી આવા મુસાફરોના ડુપ્લીકેટ પાસ બનાવતો હોવાની ગંધ સિકયોરિટી અધિકારીને આવી જતાં તેણે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. જેના આધારે એસટી વિભાગે ધ્રોલ થી મોરબી જતી બસમાં ચેકિંગ દરમિયાન મુસાફર પાસેથી મળેલા પાસની પૂછપરછ કરતા આ પાસ ધ્રોલ ડેપોમાંથી ઇશ્યૂ કરાયો હોવાનું બહાર આવ્યું હતું. આથી સિકયોરિટી દ્વારા ધ્રોલ એસટી ડેપોમાં ચેકિંગ હાથ ધરાતા આ પાસ ડુપ્લીકેટ હોવાનું ખુલ્યું હતું.

- Advertisement -

જેના આધારે સિકયોરિટી તથા એકાઉન્ટ સહિતની ટીમો દ્વારા ધ્રોલ એસટી ડેપોમાં સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી અને કૌભાંડ હોવાની આશંકાએ એસટીના ઉચ્ચ અધિકારીઓ પણ તપાસમાં જોડાયા હતાં. તપાસ દરમિયાન ધ્રોલ એસટી ડેપોમાંથી કોમ્પ્યુટર અને સીપીયુ પણ સીલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. જો કે, આ સમગ્ર તપાસમાં ડુપ્લીકેટ પાસનો આંક સવા સોથી વધુ હોવાનું જાણવા મળે છે. આ ડુપ્લીકેટ પાસ કૌભાંડમાં ધ્રોલ, જોડિયા, જામનગર સહિતના વિભાગોમાં ફફડાટ ફેલાઇ ગયો છે અને ખરેખર આ પાસ કૌભાંડનો આંકડો કયા સુધી જાય છે તે તપાસ દરમિયાન વધુ વિગતો ખુલે તેવી શકયતાઓ છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular