હાલમાં ગુજરાત રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં શંકાસ્પદ ચાંદીપુર વાયરસના કેસો નોંધાઈ રહ્યા છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધીમાં 12 બાળકો સંક્રમિત થઈ ચૂકયા છે ત્યારે ઝડપથી ફેલાતા આ રોગના લક્ષણો થવાના કારણો અને બચવાના ઉપાયો જાણો.
ચાંદીપુર વાયરસએ સેન્ડફલાય (માટીની માખી) દ્વારા ફેલાય છે. જેના લક્ષણોમાં હાઈગ્રેડ તાવ, ઉલટી, ખેંચ આવવી અને અર્ધબેભાન કે બેભાન થઈ જવું સામાન્યત: જોવા મળે છે. તે સામાન્ય રીતે 0 થી 14 વર્ષના બાળકોને થવાની સંભાવના છે. જો આવા ચિન્હો દેખાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અપીલ કરતી ટવીટ કરી છે ત્યારે રાજ્યના નાગરિકોને આ વાયરસ પ્રત્યે જાગૃત્તતા આવે તે જરૂરી છે.