દરેક યુવતીને સાફ સુંદર અને ગ્લોઈંગ સ્કીન મેળવવાની ઈચ્છા હોય છે. જેના માટે તેઓ જાત જાતના ક્રીમ અને પ્રોડકટ વાપરે છે જે સ્કીનને નુકસાન પહોંચાડે છે કારણ કે તેમાં કેમિકલની માત્રા વધુ જોવા મળે છે જેના કરતા જો રસોડાની આ ચીજોનો ઉપયોગ કરવામાં આવે તો સ્કીનને વધુ સારી કોમળ અને ચમકતી બનાવી શકાય છે.
1. મધ
સદીઓથી મધનો ઉપયોગ સ્કીન માટે કરવામાં આવે છે. તેમાં રહેલું એન્ટી બેકટેરીયલ ગુણ ખીલ વાળી ત્વચા માટે ખુબ જ ફાયદાકારક છે અને સ્કીનને હાઈડ્રેટ કરે છે. સાફ ચહેરા પર મધની પતલી પરત 15-20 મિનિટ લગાવીને રહેવા દેવું ત્યારબાદ ગરમ પાણીથી સાફ કરીને ધોઈ નાખવાથી સ્કીન સાફ અને ચીકણી બને છે અને ત્વચા નિખરે છે.
2. લીંબુ
લીંબુ એક ખાટુ ફળ છે. જેમાંથી વિટામિન સી ભરપુર માત્રામાં મળી રહે છે અને તે એન્ટી ઓકસીડેન્ટ છે. કાળા ધબ્બાને વિટામિન સી થી દૂર કરી શકાય છે પરંતુ સેન્સેટીવ સ્કીનવાળા લોકોએ આનો ઉપયોગ કરતા ધ્યાન રાખવું જરૂરી છે. સામાન્ય રીતે ત્વચાના રોમછિદ્રોમાં ફંસાયેલા બેકટેરીયાને તો દૂર કરે છે અને ત્વચાને સાફ કરે છે.
3. દહીં
દહીં એક ડેરી પ્રડોકટ છે જેમાં લેક્ટિક એસિડ અને પ્રોબાયોટિકસ ભરપૂર માત્રામાં છે. જે ત્વચાને નમી આપે છે તેમજ સુખીત્વચાને હાઈડ્રેટ થતી બચાવે છે. દહીંને પતલી પરત ચહેરા પર લગાડવી અને થોડી મિનિટો બાદ તેને માસ્ક કે કર્લીંઝરના રૂપમાં ધોઇ નાખવાથી ત્વચા ચમકદાર અને ચીકણી બને છે.
4. હળદર
હળદર માત્ર ભોજનમાં જ નહીં પરંતુ, ત્વચાને ચમકીલી બનાવવા માટે પણ વાપરવામાં આવે છે. હળદર એ એન્ટી ઈફલેમેટરી અને એન્ટી ઓકસીડેન્ટના ગુણો ધરાવે છે જે ખીલની સમસ્યાથી થતી ચહેરાની લાલાસને શાંત કરે છે. જેનો તમો હળદર, દહીં અને મધને મેળવીને ચહેરાને ધોતા પહેલાં લગાડી 10 થી 15 મિનિટ રાખી શકાય છે. જે ચહેરાને અંદરથી સાફ અને હાઈડ્રેટ કરે છે.