Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરપટેલ કોલોનીમાં સાધ્વીજી મ.સા.નું ચાતુર્માસ પ્રવેશ - VIDEO

પટેલ કોલોનીમાં સાધ્વીજી મ.સા.નું ચાતુર્માસ પ્રવેશ – VIDEO

આનંદસાગરસુરીશ્વરજી મ.સા.ના સમુદાયના પ.પૂ. પુનિતપ્રજ્ઞાશ્રીજી-પ.પૂ. મૃદુપ્રજ્ઞાશ્રીજી મ.સા. આદિ ઠાણા-2નો વાજતે-ગાજતે સંઘ દ્વારા પ્રવેશ કરાવાયો : આરાધના ભુવનમાં વ્યાખ્યાન યોજાયું : પાંચ શનિવાર બહેનો તથા બાળકોની શિબિરનું આયોજન

- Advertisement -

 

- Advertisement -

 

- Advertisement -

જામનગર શહેરમાં જૈનોના સાધુ-સાધ્વીજીના ચાતુર્માસ પ્રવેશ ચાલી રહ્યાં છે. જેમાં આજે પટેલ કોલોનીમાં આવેલ શંખેશ્વર પાર્શ્વનાથ દેરાસર સંચાલિત સંઘમાં આરાધના ભવનમાં નવમુ ચાતુર્માસ આનંદસાગરસુરીશ્વરજી મસાના સમુદાયના પપૂ. વર્તમાન ગચ્છાધિપતિ વચન સિધ્ધ આચાર્ય ભગવંત નરદેવસાગરસુરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તીની સા પ.પૂ. ગુણોદયશ્રીજી મ.સા.ના શિષ્યા સા. પ.પૂ. પુનિતપ્રજ્ઞાશ્રીજી મ.સા. તથા સા.પ.પૂ. મૃદુપ્રજ્ઞાશ્રીજી મ.સા. આદિ ઠાણા-2નો આજે સવારે 6:30 કલાકે પટેલ કોલોની-6 નંબર રોડ પરથી દેરાસર સુધી વાજતે-ગાજતે પ્રવેશ થયો હતો.
દેરાસર દર્શન કર્યા બાદ આરાધના ભવન ઉપાશ્રયે પ.પૂ. પુનિતપ્રજ્ઞાશ્રીજી મ.સા તથા પ.પૂ. મૃદુપ્રજ્ઞાશ્રીજી મ.સા.એ વ્યાખ્યાન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ચાતુર્માસ એટલે ભગવાન મહાવીરની આદેશના મુજબ ચાર માસ જ્ઞાન-દર્શન-સંયમ ધર્મનો માર્ગ અપનાવવા જણાવ્યું હતું. ઉપરાંત ધર્મની આરાધના કરવી. ચાતુર્માસ દરમિયાન પાંચ શનિવાર બહેનો તથા બાળકોની શિબિરનું આયોજન કરવામાં આવશે. ઉપરાંત પ્રવચનો ફરમાવવામાં આવશે. આજના માંગલિક પ્રવચન બાદ આરાધના ભુવનમાં ઉપસ્થિત ભાઇઓ, બહેનો, બાળકોએ નવકારશીનો લાભ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular