પંચેશ્વર ટાવર વિસ્તારમાં સ્થિત શાલિભદ્ર એપાર્ટમેન્ટમાં જૈનોના ઘણાં બધા ઘરો છે. ત્યાંથી ચાર્તુમાસ પ્રવેશની શોભાયાત્રાનો શુભારંભ થયો. બેન્ડબાજા અને સાજન – માજન સાથે શ્રી વિશાશ્રીમાળી જ્ઞાતિ ત.પ.સંઘની પાઠશાળાના બાલક – બાલિકાના તથા મહિલાઓ એ મંગલ સ્વરૂપ કલશ દ્વારા ગુરૂદેવનું સ્વાગત કર્યું હતું. વચ્ચે વચ્ચે જ્યાં જૈનોની વસતી હતી ત્યાં શ્રાવિકા બહેનોએ ગહુલી કાઢીને ગુરૂવંદન કર્યાં. શેઠજીના દેરાસર પરિસરમાં ગુરૂદેવને પ્રદશિણાપૂર્વક સુકન કર્યા બાદ દેરાસરમાં દાદા આદિનાથ ભગવાનના દર્શન કરી માણિભદ્રધીર કે જે તપાગચ્છના રક્ષક દેવ છે તેને ધર્મલાભ આપવા પૂર્વક ગુરૂદેવે જ્યોતિ વિનોદ જૈન ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો આ પ્રસંગે સંઘ અગ્રગણ્ય લોગ ઉપસ્થિત રહ્યાં હતાં. પૂ. મુનિ શ્રી હેમન્તવિજયજી મહારાજ સાહેબના માતાજી, કાકા, કાકી, આદિ કુટુંબીજન પણ ઉપસ્થિત હતાં. સંઘમાં ગુરૂદેવના પધારવાથી અનેરો આનંદ વર્તાતો હતો. આ શુભ પ્રસંગે મુનિ શ્રી હેમન્તવિજયજી મહારાજ સાહેબ પ્રવચન આપ્યું. તેમાં ખાસ કહ્યું કે, ગુરૂદેવ શ્રી અરૂણવિજયજી મહારાજની છત્રછાયા વગરનું આ મારૂ પ્રથમ ચાતુર્માસ છે એટલે ભૂલ થવાની સંભાવના રહેલી છે. એટલે ખાસ વિનંતી છે કે, અમારી ભૂલ ધ્યાનમાં આવે તો અમારો કાન જરૂર પકડજો પરંતુ ચોરેન ચોટે નિંદા-ટીકા-ટિપ્પણ કરીને પાપના પોટલા બાંધશો નહીં.
આ પ્રસંગે મુનિશ્રી દેવરૂક્ષિતવિજય મહારાજ સાહેબે પણ પ્રવચનમાં આવવા પર ખાસ આગ્રહ કર્યો. જામનગરના પનોતા પુત્ર 40 વર્ષે પધાર્યા છે. એટલે ખાસ જ્ઞાનાર્જન કરી ચાતુર્માસ સફળ બનાવજો..
આ પ્રસંગે લગભગ 700/800 શ્રાવક-શ્રાવિકા ઉપસ્થિત હતાં. સંઘમાં ઉમંગ – ઉત્સાહ અને ઉલ્લાસનું વાતાવરણ બન્યું છે. શ્રી સંઘમાં 48 દિવસીય લોગસ્સ તપ કરાવવાનું છે. તા.21/7 ના દિવસે ગૌતમસ્વામી પૂજન પણ રાખવામાં આવેલ છે.