Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગરની જી. જી. હોસ્પિટલનો પટાવાળો ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર

જામનગરની જી. જી. હોસ્પિટલનો પટાવાળો ચાર દિવસના પોલીસ રિમાન્ડ પર

છટકુ ગોઠવ્યાની ગંધ આવી જતાં પલાયન : આગોતરા જામીન રદ્દ કરાતા એસીબીમાં હાજર : એસીબીની ટીમે અદાલતમાં રજૂ કર્યો

- Advertisement -

સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલના મેડીકલ બોર્ડ વિભાગના પટાવાળા સામે લાંચનો ગુનો નોંધાયો હતો. જો કે, તે પૂર્વે જ છટકાની ગંધ આવી જતા નાશી ગયો હતો. ત્યારબાદ આગોતરા જામીન અરજી રદ્દ થતા એસીબીમાં હાજર થયો હતો. એસીબી દ્વારા અદાલતમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતાં.

- Advertisement -

જામનગરના એક શિક્ષકે થોડા સમય પહેલાં પોતાના વતન નજીક બદલી માટે અરજી કરી હતી. આ પછી તેની તબીબી તપાસણી માટે જી. જી. હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો. તે દરમિયાન મેડીસીન વિભાગમાં પટાવાળા તરીકે નોકરી કરતા અશોકભાઈ ધીરુભાઈ પરમાર નામના શખ્સે તે સર્ટી. સામે રૂા.45 હજારની લાંચની રકમની માંગણી કરી હતી. તે તેમાંથી શિક્ષકે રૂા.20 હજાર અગાઉ આપી દીધા હતાં અને બાકીના રૂા.25 હજાર આપવાના બાકી હતાં. આ પછી શિક્ષકે લાંચ રૂશ્ર્વત વિરોધી શાખામાં ફરિયાદ કરતા ગઈ તા.7 જૂનના દિવસે છટકુ ગોઠવ્યું હતું અને તેના ભાગરૂપે પાવડરવાળી નોટ લઇને ફરિયાદી પહોંચ્યા હતાં. હોસ્પિટલમાં તેઓ પટાવાળા અશોક પરમારને મળતા અશોકને છટકાની ગંધ આવી ગઈ હતી અને તેણે પાવડરવાળી નોટ સ્વીકારવાના બદલે ફરિયાદીને પરત આપી નાસી ગયો હતો.

આમ પગલે છટકું નિષ્ફળ ગયું હતું. પરંતુ, તેની સામે લાંચનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ પછી આ શખ્સે આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. પરંતુ, તે અરજી નકારી કઢાતા તેણે એસીબી સમક્ષ હાજર થઈ ગયો હતો. આ શખ્સને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular