Monday, December 23, 2024
Homeરાજ્યજામનગર20 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી શહેરમાં શ્રાવણી મેળાનું આયોજન કરશે જામ્યુકો -...

20 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી શહેરમાં શ્રાવણી મેળાનું આયોજન કરશે જામ્યુકો – VIDEO

જામનગરમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ અવેરનેસ વર્કશોપ માટે મહાપાલિકા રૂા. 3 કરોડ ખર્ચશે : રણમલ તળાવની ધસી પડેલી દિવાલ રૂા. 1.66 કરોડમાં પડશે : બાકી વેરા પર વ્યાજ માફી મેળવવા માટે જામ્યુકોએ આપી વધુ એક તક

- Advertisement -

આગામી 20 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી જામનગર શહેરમાં બે સ્થળે શ્રાવણી મેળાનું આયોજન જામનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. પ્રદર્શન ગ્રાઉન્ડ તથા રંગમતિ નદીના પટમાં 15 દિવસ સુધી મેળા યોજવા માટેની દરખાસ્તને સ્થાયી સમિતિમાં બહાલી આપવામાં આવી છે. જ્યારે મિલ્કત વેરાની બાકી રકમ પર વ્યાજમાફી આપવાનું મંજૂર કરવામાં આવ્યું છે. ઉપરાંત શહેરમાં ડીઝાસ્ટર મેનેજમેન્ટ અવેરનેશ માટે વર્કશોપ યોજવા ત્રણ કરોડનું ખર્ચ કરવામાં આવશે.

- Advertisement -

ચેરમેન નિલેશ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામનગર મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરમાં બે સ્થળે પ્રદર્શન ગ્રાઉન્ડ તથા રંગમતિ નદીના પટમાં આગામી 20 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી શ્રાવણી મેળા યોજવાની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. આ ઉપરાંત શહેરના મિલકતધારકોની બાકી રોકાતી ઉપર વ્યાજમાફી આપવા માટે વધુ 15 દિવસની મુદ્ત આપવામાં આવી છે. આગામી તા.15 જુલાઈથી તા.31 જુલાઈ સુધી મિલકત વેરાની બાકી રકમ ભરપાઇ કરી દેનાર આસામીની વ્યાજમાફી આપવાનું ઠરાવવામાં આવ્યું છે. આ ઉપરાંત જામનગર શહેરમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ અવેરનેસ વર્કશોપ યોજવામાં આવશે. આ વર્કશોપ માટે જામનગર મહાનગરપાલિકા કુલ ત્રણ કરોડ રૂપિયાના ખર્ચ કરશે જો કે, વર્કશોપ કયા પ્રકારનો હશે તેમાં શું કરવામાં આવશે ? કઇ જગ્યાએ અને કયારે યોજાશે તે અંગેની કોઇ જાણકારી આપવામાં આવી નથી.

- Advertisement -

સ્થાયી સમિતિની બેઠકમાં રણમલ તળાવના મુખ્યભાગમાં ગત વર્ષે ધસી પડેલી દિવાલની જગ્યાએ નવી આરસીસી વોલ બનાવવા માટે કોર્પોરેશન દ્વારા રૂા.1.66 કરોડનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. જ્યારે મહાપાલિકાના સેવા સદન-1 ઉપર વધુ એક માળ એટલે કે ત્રીજો માળ બનાવવા માટે રૂા.1 કરોડનું ખર્ચ મંજુર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત હરિયા કોલેજ રોડ સાંઢીયા પુલથી કનસુમરા ગામ સુધીના રેલવે ટ્રેકને સમાંતર 18 મીટર પહોળા ડીપી રોડની અમલવારીને પણ મંજૂરી આપવામાં આવી છે. શહેરના વોર્ડ નંબર 15 માં દૈનિક 4.72 એમ.એલ.ડી. પાણીનું લીફટીંગ કરવા માટે રૂા. 5.71 કરોડના ખર્ચે પમ્પીંગ સ્ટેશન બનાવવાના કામને પણ મંજૂરી આપવામાં આવી હતી. કોર્પોરેટરના સેક્રેટરી શાખામાં ઈન્ચાર્જ સેક્રેટરી તરીકે કોન્ટ્રાકટ બેઈજ પર ફરજ બજાવતા અશોક પરમારે તેમનો કોન્ટ્રાકટ પૂરો થતા રાજીનામુ આપ્યું હતું. જેને મંજૂર કરવામાં આવ્યું છે. જ્યારે તેમની જગ્યાએ ડે. સેક્રેટરી હિતેન બુધ્ધભટ્ટીને ઈન્ચાર્જ સેક્રેટરીનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત શહેરના જુદાં-જુદા વિસ્તારોમાં શહેરી વિકાસ યોજના અંતર્ગત આંતરમાળખાકીય કામોને પણ મંજૂરી આપવામાં આવી હતી. સ્થાયી સમિતિમાં કુલ 14.17 કરોડના જુદા જુદા કામોને બહાલી આપવામાં આવી હતી.

બેઠકમાં સ્ટેન્ડીંગ કમિટીના સભ્યો પાર્થ કોટડિયાના પિતા પરશોતમભાઈ કોટડિયા તેમજ કોર્પોરેટર પ્રભાબેન ગોરેચાના પતિ કિશોરભાઈ ગોરેચાનું અવસાન થતા તેમને શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. બેઠકમાં મેયર વિનોદ ખીમસુરીયા, ડે. મેયર ક્રિષ્નાબેન સોઢા, કમિશનર ડી.એન. મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી ઈજનેર ભાવેશ જાની, ઈન્ચાર્જ આસી. કમિશનર જીગ્નેશ નિર્મલ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular