Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં દંપતીના ત્રાસથી પ્રૌઢની આત્મહત્યા

જામનગર શહેરમાં દંપતીના ત્રાસથી પ્રૌઢની આત્મહત્યા

મકાનનું કામ રાખનાર પ્રૌઢ પાસેથી દંપતીએ સાડા ચાર લાખ લઇ લીધા : પૈસા પરત ન આપી ઝઘડો કરી ત્રાસ : દંપતીના ત્રાસથી કંટાળી પ્રૌઢે આત્મહત્યા કરી : મૃતકના પુત્ર દ્વારા પોલીસ ફરિયાદ

- Advertisement -

જામનગરના ખોડિયાર કોલોનીમાં રહેતાં અને બાંધકામનો વ્યવસાય કરતાં પ્રૌઢને મકાનના કામ પેટે આપવાના રૂપિયા તથા ફોસલાવીને સાડા ચાર લાખ રૂપિયા પડાવી લઇ પરત ન આપી ત્રાસ આપતા દંપતીના ત્રાસથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ખોડિયાર કોલોની સોનલનગર વિસ્તારમાં રહેતાં કાનજીભાઈ સોઢા નામના પ્રૌઢે ખોડિયાર કોલોનીમાં જ રહેતાં સુરેન્દ્રસિંહ બાલુભા સોઢા અને તેમના પત્ની રસીલાબા સુરેન્દ્રસિંહ સોઢા નામના દંપતીના મકાનના બાંધકામનું કામ રાખ્યું હતું. આ કામ પેટે 95730 ની રકમ ઉપરાંત કાનજીભાઈને ફોસલાવીને દંપતીએ રૂા. 4,30,000 લઈ લીધા હતાં. આ રકમ પ્રૌઢને પરત આપતા ન હતાં. તેમજ પ્રૌઢ દ્વારા રકમની માંગણી કરાતા દંપતીએ પ્રૌઢ સાથે ઝડઘો કરી ત્રાસ આપતા હોવાથી કંટાળીને કાનજીભાઈ સોઢા નામના પ્રૌઢે ગત તા. 18 ના રોજ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ બનાવમાં મૃતકના પુત્ર નિલેશભાઈ સોઢા દ્વારા દંપતી વિરૂધ્ધ મરી જવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એલ.બી. જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular