Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગરની જી. જી. હોસ્પિટલમાં કોલેરાગ્રસ્ત બાળકનું મૃત્યુ - VIDEO

જામનગરની જી. જી. હોસ્પિટલમાં કોલેરાગ્રસ્ત બાળકનું મૃત્યુ – VIDEO

હજુ બે કેસ યથાવત અને 3 સસ્પેકટેડ કેસો સારવાર હેઠળ

કોલેરાએ આંતરડાનો તીવ્ર ચેપ છે. જે દુષિત ખોરાક અને પાણી દ્વારા ફેલાય છે. જેના પીરણામે વ્યક્તિને ઝાડા, ઉલ્ટી થાય છે અને શરીરમાં પ્રવાહી ઘટી જાય છે. વર્ષાઋતુની આ સીઝનમાં પાણીથી વકરતા રોગચાળાના વધુ કેસો જોવા મળે છે. ત્યારે જામનગરની જી. જી. હોસ્પિટલમાં એક કોલેરાગ્રસ્ત બાળકનું મૃત્યુ થયું છે. જ્યારે બે ક્ધફર્મ અને ત્રણ સસ્પેકટ કેસો સારવાર હેઠળ છે.

- Advertisement -

સૌરાષ્ટ્રમાં કોલેરાનો રોગચાળો વકરતો જાય છે ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટાનો બાળ દર્દી કોલેરાગ્રસ્ત બનતા જામનગરની જી. જી. હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. ઉપલેટના તરાવીયા ગામના રહેવાસીનો બાળક ઈશ્ર્વર આલમ જેની ઉમર છ વર્ષની હતી. જેને કોલેરાની સાથે શરીરમાં માલપુટ્રીશયન, એનીમીયા અને સીકલ સેલ ડીસીઝથી પીડિત આ બાળકની હાલત ગંભીર હતી. જેને વેન્ટીલેટર સહિતની સઘન સારવાર આપવા છતા પણ કોલેરાના કારણે મલ્ટી ઓર્ગન ફેઈલ થતા આ બાળકનું મૃત્યુ થયું હતું.

- Advertisement -

આ ઉપરાંત હાલ જી. જી. હોસ્પિટલમાં કોલેરાના 2 કન્ફર્મ કેસ અને 3 સસ્પેકટ કેસ સારવાર હેઠળ છે તેમજ એસો. પ્રોફેસર પીડિયાટ્રીક વિભાગના ડો. મૌલિક શાહ જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular