Thursday, December 26, 2024
Homeરાજ્યરાજ્યમાં હવે ગેમઝોન, એમ્યુઝમેન્ટ રાઇડ્સ માટે 7 મંજૂરી ફરજિયાત

રાજ્યમાં હવે ગેમઝોન, એમ્યુઝમેન્ટ રાઇડ્સ માટે 7 મંજૂરી ફરજિયાત

સરકાર દ્વારા નિયમોનો ડ્રાફટ તૈયાર : પોલીસ કમિશનર અને જિલ્લા મેજીસ્ટ્રેટને નિયમો બનાવવાની સત્તા : ફાયર અને ઇલેકટ્રિક સેફટી ફરજિયાત

- Advertisement -

ગુજરાતમાં એમ્યુઝમેન્ટ રાઈડ્સ એન્ડ ગેમિંગ ઝોન શરૂ કરતાં પહેલાં સંચાલકે સરકારની ઓથોરિટી પાસેથી સાત પ્રકારની મંજૂરીઓ ફરજિયાત લેવાની રહેશે. મનોરંજનની પ્રત્યેક ઈમારતમાં પ્રવેશવાના અને બહાર નિકળવાના રસ્તા અલગ રાખવા પડશે. લાયસન્સ સહિત મુલાકાતીઓને સંચાલકે મેળવેલી તમામ મંજૂરીઓ પ્રદર્શિત કરવાની રહેશે.રાજ્યસરકારના ગૃહવિભાગે એમ્યુઝમેન્ટ રાઈડ્સ એન્ડ ગેમિંગ ઝોન સેફિટ (મોડલરૂલ્સ) 2024ના સૂચિત નિયમ તૈયાર કર્યા છે અને લોકોના અભિપ્રાય લેવા માટે વેબસાઈટ પર મૂક્યા છે. 25મી જૂન સુધીમાં વાંઘા-સૂચનો આવી ગયા પછી આ ડ્રાફ્ટને નિયમોમાં પરિવર્તિત કરીને જાહેર કરવામાં આવશે. ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 33 હેઠળ પોલીસ કમિશનર તેમજ જિલ્લા મેજીસ્ટ્રેટને આ અંગે નિયમો બનાવવાની સત્તા છે. તેમના દ્વારા આ નિયમોને આખરી કર્યા બાદ પ્રસિદ્ધિ કરવામાં આવશે. રાજ્યના ગૃહવિભાગે લાયસન્સ આપવાના ધોરણો અને શરતોનો પણ ઉલ્લેખ કર્યો છે. એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમિંગ ઝોનને શહેરોમાં પોલીસ કમિશનર અને અન્ય સ્થળોએ જિલ્લા મેજીસ્ટ્રેટ પરવાનગી માટેનું લાયસન્સ આપશે જેમાં સમયમર્યાદા નિયત કરવામાં આવશે. તહેવારોના સમયે આનંદમેળા સહિતના મનોરંજન સ્થળોએ મર્યાદિત સમય માટે લાયસન્સ એનાયત કરાશે. એમ્યુઝમેન્ટ પાર્કમાં વસાવવામાં આવેલી રાઈડ્સ માટેના અલગ નિયમો ઘડવામાં આવ્યા છે અને સંચાલકે તેનું પાલન કરવાનું રહેશે. સમારકામ અને જાળવણીની કામગીરીનું મોનિટરીંગ કરાશે.એટલું જ નહીં, મનોરંજન માટેની રાઇડ્સમાં વ્યક્તિઓને બેસાડવાની ક્ષમતા પણ ચકાસવામાં આવશે ત્યારબાદ મંજૂરી અપાશે. એમ્યુઝમેન્ટ રાઇડ્સમાં ત્રણ મહિનાથી વધુ સમય માટે ઈન્સ્ટોલેશન, ઓપરેશન લાયસન્સ અને રિન્યૂઅલ લાયસન્સ એમ પ્રત્યેક માટે 10 હજારની ફી નક્કી કરવામાં આવી છે, જ્યારે ગેમિંગ ઝોન માટે લાયસન્સ ફી અને રિન્યૂઅલ લાયસન્સ માટે 10 હજારની ફી સૂચિત કરવામાં આવી છે.

- Advertisement -

ગેમિંગ એક્ટિવિટીમાં 56 બાબતોને આવરી લેવાઈ છે. બંને એક્ટિવિટી માટે સંચાલકે પોલીસ અને ફાયરના નંબરો પ્રદર્શિત કરવા સાથે 10 પ્રકારની જરૂરિયાતો મુલાકાતીઓ માટે પુરી કરવી પડશે. મહત્વનું છે કે કોઈપણ સંચાલક પોલીસ કમિશનર કે જિલ્લા મેજીસ્ટ્રેટની મંજૂરી વિના ગેમિંગ ઝોન અને અન્ય ઈન્ડોર એક્ટિવિટી શરૂ કરી શકશે નહી. મનોરંજન અને ગેમિંગ ઝોનમાં ફાયર સેફિટ, ઈલેક્ટ્રિકલ સેફિટ રાખવી ફરજિયાત બનશે. ઓથોરિટીની પૂર્વ મંજૂરી વિના ગેમિંગ ઝોન કે એમ્યુઝમેન્ટ પાર્કમાં મોડિફિકેશન થઈ શકશે નહીં. ડિઝાઈન, ઈન્સ્ટોલેશન અને ઓપરેશન વગેરે માટેની જરૂરિયાતો પૂરી કરવી પડશે. ગુજરાતના – ગૃહ વિભાગે એમ્યુઝમેન્ટ પાર્ક અને ગેમિંગ ઝોન માટેના નિયમોની રચના કરી છે જેમાં સિટી રાઈટ સેફૂટિ ઇન્સ્પેક્શન કમિટીની રચના પર વધારે ભાર મૂક્યો છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular