સમયને કોઇ રોકી શકતું નથી. સમયની સાથે સાથે ઉંમર પણ વધે છે ત્યારે દરેકની કામના ઉમર કરતા નાનુ દેખાવાની હોય છે. પરંતુ, તેના ચહેરા પરની કરચલીઓ તેની ઉમરની ચાડી ખાતી હોય છે. ત્યારે 50 પછી પણ કરચલીમુકત ટાઈટ સ્કીન રાખવા માટે શું કરવું જોઇએ ?? ચાલો જાણીએ…
ચહેરાને સુંદર દેખાડવા માટે એંટીએજી ઘણી પ્રોડકટ માર્કેટમાં મોંઘા ભાવથી મળે છે. જેનો મોટાભાગે મહિલાઓ ઉપયોગ કરતી જોવા મળે છે. પરંતુ, આવા વધુ પડતા પ્રોડકટના ઉપયોગથી સ્કીન ખરાબ થતી જોવા મળે છે. પરંતુ હેલ્દી ડાયટથી સ્કીનને પોષણ મળે છે અને સ્કીન હેલ્દી બને છે. એવું જ સ્કીન માટે વરદાનરૂપ ફળ છે એવોકાડો…
એવોકાડો એક અમેરિકન ફ્રુટ છે. પરંતુ તે ભારતીય બજારોમાં પણ ઉપલબ્ધ છે. એવોકાડોમાં હાઈ ફેટી એસિડ, વિટામિન એ, બી, ઈ, ફાઈબર, મિનરલ્સ અને પ્રોટીન ખૂબ માત્રામાં છે જેનાથી શરીરને ઘણાં ફાયદા થાય છે. એવોકાડો સ્કીન, હેર અને હેલ્થ માટે ખૂબ જ સારું છે. 30ની ઉમર પછી એવોકાડો રોજ ખાવાથી ઉમરથી નાના દેખાઈ શકો તેવું હેલ્દી આ ફ્રુટ છે.