રાજકોટના અગ્નિકાંડ બાદ ધ્રોલમાં તંત્ર સફાળું જાગ્યું હોય તેમ 6 હોસ્પિટલને નોટિસ આપી છે અને એક ગેમઝોનને સીલ મારી દેવામાં આવ્યું છે.
ધ્રોલની સરકારી હોસ્પિટલ સહિત 6 હોસ્પિટલમાં ફાયર વિભાગ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. તેમાં તમામ હોસ્પિટલના ડોકયુમેન્ટ પૂરા પાડવા માટે નોટિસ પાઠવવામાં આવી છે અને નાના દવાખાનાઓને ફાયર સેફટીના સાધનો વસાવા ફાયર ઓફિસર એમડી પરમાર એ તથા ધ્રોલ નગરપાલિકાના સ્ટાફ અને પીજીવીસીએલ સ્ટાફ સાથે કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ 6 હોસ્પિટલને નોટિસ પાઠવી હતી. આશીર્વાદ હોટલમાં આવેલ ગેમઝોન સીલ કરાયું છે.