ગરમીનું વેકેશન ચાલી રહ્યું છે. તાજેતરમાં જ બાળકોના પરીક્ષાના પરિણામો જાહેર થયા છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થયો છે. જેમાં એક શિક્ષકને આન્સર સીટ ચેક કરતી વખતે મજેદાર વસ્તુ જોવા મળી. જેમાં એક વિદ્યાર્થીએ કિડનીના ડાયાગ્રામમાં બે્રન બનાવ્યું છે. અને તેને મોટા અક્ષરોમાં કેપ્શન પણ આપ્યું છે. સોશિયલ મીડિયા પર અવાર-નવાર અનેક મજેદાર ફની વીડિયો વાયરલ થતા હોય છે. ત્યારે તાજેતરમાં જ એક ઈન્ટરેસ્ટીંગ વીડિયો વાયરલ થયો છે. જેમાં એક શિક્ષક પરીક્ષા દરમિયાન આન્સર સીટ ચેક કરતી વખતે હસી હસીને લોટપોટ થઈ ગયા હતાં. જેમાં પાચનતંત્રના ડાયાગ્રામમાં વિદ્યાર્થીએ કિડનીની અંદર બ્રેઈન બનાવ્યું હતું. અને તેને મોટા અક્ષરોથી લેબલીંગ પણ કર્યુ હતું. આ જોઇને શિક્ષીકા એ હસીને કહ્યું કે, સાયન્સના શિક્ષકોને કદાચ આજે સમજાશે કે કીડનીની અંદર મગજ હોય છે. આ મજેદાર વીડિયોને લાખો લોકોએ જોયો છે અને અનેક ફની કમેન્ટસ પણ કરી છે.
(Video Source : Instagram)