જામનગર શહેરમાં ગુરૂદ્વારા નજીક પાઈપલાઈન નાખવાની કામગીરી દરમિયાન પાણીની લાઈન તૂટી જતા પાણીનો પુષ્કળ જથ્થો વેડફાઈ ગયો હતો અને આ પાણી આજુબાજુમાં વિસ્તારોમાં ભરાઈ જતાં અનેક વાહનચાલકો ફસાઈ ગયા હતાં.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ગુરૂદ્વારા નજીક વોટર ડે્રેનેજની પાઈપલાઈન નાખવાની કામગીરી દરમિયાન પાણીની પાઈપલાઈન તુટી ગઈ હતી જેના કારણે પાણીનો પુષ્કળ જથ્થો વેડફાઈ ગયો હતો વેડફાટ થઈ ગયેલું પાણી વિસ્તારમાં ભરાઈ ગયું હતું જેના કારણે પસાર થતા વાહનચાલકો અને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. અમુક વાહનો ફસાઈ જવાની પણ ઘટના બની હતી. જો કે, તંત્રની બેદરકારીને કારણે પાણીનો વેડફાટ થઈ ગયો હતો અને લોકોએ પરેશાની ભોગવી હતી.