Monday, December 23, 2024
HomeUncategorizedવરસાદી પાણીના નિકાલની કામગીરીને લઇ માર્ગ બંધ થતા વાહનચાલકો પરેશાન

વરસાદી પાણીના નિકાલની કામગીરીને લઇ માર્ગ બંધ થતા વાહનચાલકો પરેશાન

ગુરૂદ્વારા ચોકડીથી બારદાનવાલા બંગલો સુધીનો માર્ગ અચાનક બંધ કરાતા લોકોને અન્ય માર્ગે જવા મજબુર

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલની કામગીરી પ્રારંભ કરવામાં આવતાં ગુરૂદ્વારા ચોકડીથી બારદાનવાલા બંગલો સુધીનો રોડ બંધ કરતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અને માર્ગ બદલી અન્ય માર્ગે જવાની ફરજ પડી હતી.

- Advertisement -

જામનગર શહેરમાં આજરોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા વરસાદી પાણીના નિકાલની કામગીરી સ્ટોમ વોટર ડ્રેનેજની કામગીરીની પાઇપલાઈન નાખવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પરંતુ, આ કામગીરીને લઇ જામ્યુકો દ્વારા અચાનક જ શહેરના ટ્રાફિકથી ધમધમતા અને મહત્વપૂર્ણ માર્ગ એવા ગુરૂદ્વારા ચોકડીથી બારદાનવાલા બંગલો સુધીના માર્ગ બંધ કરી દેવામાં આવતા વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતાં આ માર્ગ બંધ હોવાથી લોકોને જાણ ન હોવાથી અહીંથી લોકો રાબેતામુજબ પસાર થવા નિકળ્યા હતાં પરંતુ માર્ગ બંધ હોય લોકોને ફરીથી અન્ય માર્ગ પરથી જવાની ફરજ પડી હતી. આ માર્ગથી જી. જી. હોસ્પિટલ તરફ પણ જઈ શકાતું હોય અચાનક માર્ગ બંધ થઇ જતા લોકો પરેશાન થયા હતાં. અચાનક માર્ગ બંધ કરી દેવામાં આવતા નોકરીયાત વર્ગને પણ ભારે મુશ્કેલી પડી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular