ગુજરાતના સ્થાપના દિવસથી મુલાકાતે આવશે જેમાં તેઓ જામનગર સહિત 6 સ્થળોએ ચૂંટણી સભા યોજી પ્રચાર કરશે જેને લઇ ભાજપા, પોલીસ તેમજ પ્રશાસન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
આગામી તા. 7મે ના રોજ જામનગર સહિત ગુજરાતની 26 લોકસભા બેઠક માટે મતદાન યોજાનાર છે. જેને લઇ ભાજપા દ્વારા ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે ત્યારે ગુજરાતના સ્થાપના દિવસ 1 મે થી વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસ ગુજરાતના પ્રવાસે આવશે જેમાં તેઓ જામનગર સહિત 14 જેટલા લોકસભા મતક્ષેત્રો માટે 6 સ્થળોએ ચૂંટણી સભા સંબોધશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ અંગે મળતી માહિતી અનુસાર તા. 1 અને ર મે ના રોજ તેઓ બનાસકાંઠા, ડીસા, સાબરકાંઠા, આણંદ, જામનગર, સુરેન્દ્રનગર, જૂનાગઢ ખાતે તેમને ચૂંટણી સભા યોજાશે.
તા. ર મેના રોજ જામનગર ખાતે પ્રદર્શન ગ્રાઉન્ડમાં વડાપ્રધાન નરેન્દ્રમોદી ચૂંટણી સભાને સંબોધન કરશે. જેને લઇ જામનગર શહેર-જિલ્લા ભાજપ, પોલીસ, પ્રશાસન દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી રહી છે. વડાપ્રધાનની જામનગરમાં સભાને લઇ જામનગર ભાજપાના કાર્યકરોમાં પણ અનેરો ઉત્સાહ છવાયો છે. જામનગર લોકસભા બેઠકના ભાજપાના ઉમેદવાર પૂનમબેન માડમે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચૂંટણી સભામાં જામનગર તથા દ્વારકા જિલ્લામાંથી ભાજપાના હોદેદારો, કાર્યકરોની સાથે જંગી જનમેદની ઉમટશે.
જામનગરમાં વડાપ્રધાનના સ્વાગત માટે ભાજપા દ્વારા તૈયારી શરૂ કરી દેવાઇ છે તો બીજી તરફ વડાપ્રધાન જામનગર આવતા હોય પોલીસ દ્વારા પણ સુરક્ષા વ્યવસ્થા સહિતની બાબતોની તૈયારી હાથ ધરાઇ છે.