જામજોધપુરના બાલવા ફાટક ચેક પોસ્ટ પાસેથી સ્થાનિક પોલીસે મળેલી બાતમીના આધારે દેશી બનાવટના જામગરી તમંચા સાથે શખ્સને દબોચી લીધો હતો.
આ બનાવની વિગત મુજબ, જામજોધપુરમાં બાલવા ફાટક પાસેથી તમંચા સાથે શખ્સ પસાર થવાની હેકો પ્રજ્ઞરાજસિંહ જાડેજા, પો.કો. સંજય કરંગીયા અને મનહરસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી ગ્રામ્ય ડીવાયએસપી આર બી દેવધાના માર્ગદર્શન હેઠળ પીઆઈ વાય.જે.વાઘેલા, પીએસઆઇ એમ.એલ. ઓડેદરા, હેકો પ્રજ્ઞરાજસિંહ જાડેજા, પો.કો. મનહરસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, નવલભાઈ આસાણી, કૌશિક કાંબલીયા તથા સંજય કરંગીયા સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી અને બાતમી મુજબનો શખસ પસાર થતા હુશેન આમદ રાવકડા નામના શખ્સને દબોચી લઇ તલાસી લેતા તેની પાસેથી દેશી બનાવટની જામગરી તમંચો મળી આવતા પોલીસે રૂા.1000 ની કિંમતનો તમંચો કબ્જે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.