Sunday, September 8, 2024
Homeરાજ્યસૌરાષ્ટ્ર - કચ્છરૂપાલાની ટિપ્પણીના વિવાદ મુદ્દે કાલે રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન

રૂપાલાની ટિપ્પણીના વિવાદ મુદ્દે કાલે રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલન

- Advertisement -

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રુપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનો ક્ષત્રિય સમાજ દ્વારા રાજ્યભરમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં સંમેલનો અને બેઠકો ક્ષત્રિય સમાજ દ્વારા કરવામાં આવી રહી છે. અમદાવાદના ગોતા ખાતે રાજપૂત ભવનમાં સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠક બાદ સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, 14મી એપ્રિલે રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન યોજાશે, જો રૂપાલા ફોર્મ ભરશે તો ઓપરેશન રૂપાલા જેવું તમામ 26 બેઠકો પર કરવામાં આવશે.

- Advertisement -

ગોતા ખાતે ક્ષત્રિય સમાજની સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજપૂત સંકલન સમિતિના આગેવાન કરણસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે, રાજકોટમાં વોર્ડ નં. 6માં અમારા સમાજની બહેનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો હતો, બહેનો બેઠી હતી તેમની સાથે ઝપાઝપી કરાઈ હતી. લોકશાહીમાં દરેકને પોતાનો અવાજ ઉઠાવવાનો અધિકાર છે. અમે આ ઘટનાને વખોડી રહ્યાં છીએ. મહિલાઓની ધરપકડ મહિલા પોલીસ કરી શકે પરંતુ ત્યાં પુરુષ પોલીસ હાજર હતી જે નિયમોનું ઉલ્લંઘન છે. મહિલાઓની અસ્મિતા ભંગ ન થાય તેનું ધ્યાન રાખવામાં આવે તેવી અમારી વિનંતી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટ સ્થિત કમલમ કાર્યાલય ખાતે અમારા સમાજના આગેવાનોએ રજૂઆત કરી હતી. અમારા સમાજના યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ક્ષત્રિય સમાજના તમામ આગેવાનોને શાંતિપુર્વક વિરોધ કરવા માટે પણ વિનંતી કરાઈ છે. રાજ્યમાં દરેક જિલ્લાના, તાલુકાના અને નગરના કાર્યાલય ખાતે જે હોદ્દેદાર હાજર હશે તેને આવેદનપત્ર આપવામાં આવશે.

- Advertisement -

આગામી 14 એપ્રિલના રોજ રાજકોટમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલન સાંજે 5 વાગ્યે રતનપર ગામ નજીક યોજવામા આવશે. આ એક વિશાળ મહાસંમેલન હશે. માત્ર ગુજરાત જ નહીં અન્ય રાજ્યના આગેવાનો પણ તેમાં ભાગ લેવાના છે. આ સંમેલન માટે અમે મંજૂરી માગવાના છીએ. અમને વિશ્વાસ છે કે મંજૂરી મળી જશે. પરંતુ જો મંજૂરી નહીં મળે તો પણ આ મહાસંમલેન યોજવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular