Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં અડધો ડઝન ઘરફોડ ચોરી આચરનાર તસ્કર ઝબ્બે

જામનગર જિલ્લામાં અડધો ડઝન ઘરફોડ ચોરી આચરનાર તસ્કર ઝબ્બે

જામનગર શહેરમાં ત્રણ, સીક્કા અને ધ્રોલમાં એક-એક ચોરી આચરી : પડાણામાં હોટલમાંથી રોકડ રકમની ચોરી : પડધરીમાં દુકાનનું સટ્ટર તોડી રોકડ રકમ અને મોબાઇલ ફોનની ચોરી : એલસીબીએ બાતમીના આધારે સમર્પણ સર્કલ પાસેથી દબોચ્યો

- Advertisement -

જામનગર શહેરન અને જિલ્લામાં છેલ્લાં એક મહિનાથી વધતા જતા ચોરીના બનાવોએ પોલીસની ઉંઘ ઉડાડી દીધી હતી. એક પછી એક ચોરીની ઘટનાઓ પોલીસને જાણે પડકાર ફેંકતી હોય તેમ બનતી હતી. ચોરીનો ભેદ ઉકેલવામાં આખરે એલસીબીને સફળતા મળી હતી. તેમાં જામનગર જિલ્લામાંથી સાત ચોરી આચરનાર તસ્કરને એલસીબીની ટીમે એક લાખની રોકડ રકમ સાથે દબોચી લઇ પૂછપરછ આરંભી હતી.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ત્રણ સપ્તાહથી એક પછી એક ચોરીના બનાવો બની રહ્યા હતાં અને તસ્કરો પોલીસની ધાક ઓસરતી જતી હોય તેમ ચોરીને અંજામ આપી રહ્યા હતાં. શહેરમાં તીનબતી ચોક, ખોડિયાર કોલોની, ગ્રામ્ય વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવોના કારણે હાલારવાસીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. દરમિયાન અડઘો ડઝન જેટલી ચોરીમાં સંડોવાયેલા તસ્કર અંગેની દિલીપ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, સંજયસિંહ વાળા, કાસમ બ્લોચને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ આર.કે. કરમટા, પી.એન. મોરી તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલવાડિયા, વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, કિશોરભાઈ પરમાર, હરદીપભાઇ બારડ, ઋષિરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઈ મૈયડ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.

દરમિયાન સમર્પણ સર્કલ પાસેથી બાતમી મુજબનો શખ્સ પસાર થતા એલસીએ આદિપુર (કચ્છ)નો વતની જામનગરમાં સમર્પણ સર્કલ પાસે થયેલા ભાણા ઉર્ફે ભાણિયો ઉર્ફે ભાવેશ ઉર્ફે સુરજ હિરાભાઈ ભાટુ નામના ખંભાળિયામાં રહેતાં તસ્કરને દબોચી લીધો હતો અને તેની પાસેથી એલસીબીએ રૂા.1,07,600 ની રોકડ રકમ કબ્જે કરી પુછપરછ હાથ ધરતાં ભાણાએ જામનગર શહેરના સિટી સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બે, સીટી બી ડીવીઝન પોલીસ વિસ્તારમાં એક તથા સીક્કા પોલીસ સ્ટેશનમાં એક, ધ્રોલ પોલીસ સ્ટેશનમાં એક, તેમજ પડાણા ગામમાં હોટલમાંથી રોકડ રકમની ચોરી આચર્યાની કેફિયત આપી હતી તેમજ પડધરી ગામમાં દુકાનના સટ્ટર તોડી રોકડ રકમ અને મોબાઇલ ફોનની ચોરી સહિતની સાત ઘરફોડ ચોરી આચર્યાની કેફિયત આપી હતી તેમજ અગાઉ આદિપુરમાં નોંધાયેલી બે ચોરીમાં ભાણાની ધરપકડ થઈ હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular