નવા નાણાંકીય વર્ષના ચોથા જ દિવસે શેરબજારમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે. આ સાથે જ સેન્સેક્સ-નિફ્ટી ઓલ ટાઈમ હાઈ પર પહોંચી ગયા છે. માત્ર 10 દિવસમાં સેન્સેક્સ-નિફ્ટીએ ત્રીજી વખત ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યા છે.
આજે બીએસઇ સેન્સેક્સ 74,413.82 પર જ્યારે એનએસઇનો નિફ્ટી 22,592.10 પર ખુલ્યા હતા. જો કે, બજાર ખુલ્યાના અડધો કલાકમાં જ ઉપરના મથાળેથી નિફટી અને સેન્સેકસ પ્રોફિટ બુકિંગને કારણે જોરદાર રીતે નીચે પટકાયા હતા.
એક તરફ સોના આગઝરતી તેજી જોવા મળી છે તો બીજી તરફ ભારતીય શેરબજાર પણ તેજી જોવા મળી છે. આજે બજાર નવા રેકોર્ડ ઊંચાઈ પર ખુલ્યું છે. સેન્સેક્સ-નિફ્ટીએ નવી ઐતિહાસિક ટોચને સ્પર્શી છે. બેંક નિફ્ટી 48,000ના સ્તરને સ્પર્શી ગયો છે અને મિડકેપ ઈન્ડેક્સ પ્રથમ વખત 50 હજારની સપાટીને પાર કરી ગયો છે. બેન્ક નિફ્ટીની સાથે મેટલ શેરોમાં પણ જબરદસ્ત ઉછાળો જોવા મળી રહ્યો છે. આજે BSE સેન્સેક્સ 537 પોઈન્ટ અથવા 0.73 ટકાના રેકોર્ડ હાઈ પર 74,413.82 પર ખુલ્યો છે. આ ઉપરાંત ગજઊનો નિફ્ટી 157.45 પોઈન્ટ અથવા 0.70 ટકાના વધારા સાથે 22,592.10 પર ખુલ્યો છે. બંને આજે રેકોર્ડ હાઈ પર ખુલ્યા હતા.
આજે બજારમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે ઇજઊ પર માર્કેટનું માર્કેટ કેપ રૂપિયા 399.99 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે અને તે રૂપિયા 400 લાખ કરોડના એમકેપની ખૂબ નજીક છે. શેરબજાર માટે આ એક ઐતિહાસિક સિદ્ધિ છે. અને ભારતીય શેરબજાર મોટી સ્થિતિમાં પહોંચી ગયું છે. ઉલ્લેખનીય છે કે સેન્સેક્સના 30માંથી 28 શેરો ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા અને માત્ર 2 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 45 શેર ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યા હતા જ્યારે માત્ર 5 શેર જ ઘટાડા સાથે જોવા મળ્યા હતા. સોનાના ભાવમાં ઐતિહાસિક તેજીનો દોર યથાવત છે. આજે ફરી એકવાર સોના અને ચાંદીની ચળકાટ વધી હતી. સોનાનો 10 ગ્રામનો ભાવ 72000ની સપાટીને કૂદાવી જતાં 72300 રૂપિયાને સ્પર્શી ગયો હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય બજારની વાત કરીએ તો ત્યાં પણ સોનાએ 2300 ડોલરની સપાટી કૂદાવી હતી.