જામનગર શહેરના બોમ્બે દવા બજાર કોલોનીમાં રહેતાં વૃધ્ધા ગઈકાલે ખોડિયાર કોલોની ક્રિસ્ટલ મોલ પાસે આવેલી બેંક ઓફ બરોડામાંથી બહાર નિકળતા હતાં તે દરમિયાન બીમારી સબબ પડી જતાં બેશુદ્ધ થઈ જવાથી મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના બોમ્બે દવા બજાર કોલોનીમાં રહેતાં અને મજૂરી કામ કરતા શકુબેન (શકુબાઈ) દેવરામભાઇ યાદવ (ઉ.વ.61)નામના વૃધ્ધા બુધવારે બપોરના સમયે ખોડિયાર કોલોની ક્રિસ્ટલ મોલ પાસે આવેલી બેંક ઓફ બરોડામાં કોઇ કામ માટે ગયા હતાં અને ત્યાંથી બહાર નિકળતા સમયે એકાએક બીમારી સબબ પડી જતાં બેશુદ્ધ થઈ ગયા હતાં. ત્યારબાદ વૃધ્ધાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જયાં તેમનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પતિ દેવરામભાઇ દદ્વારા જાણ કરાતા એએસઆઈ એફ.જી. દલ તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.