Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં બ્રાસપાર્ટના ભંગારના વેપારી સાથે અડધા કરોડની છેતરપિંડી - VIDEO

જામનગર શહેરમાં બ્રાસપાર્ટના ભંગારના વેપારી સાથે અડધા કરોડની છેતરપિંડી – VIDEO

મંતરા એન્ટરપ્રાઈઝના ધર્મેશ સહિતનાઓએ જીએસટીવાળો માલ મંગાવ્યો: ચૂકવવાની 50.45 લાખની રકમ ઓળવી ગયા : પેઢી બંધ કરી સંચાલકો દ્વારા વિશ્વાસઘાત

- Advertisement -

જામનગર શહેરમાં પૈસાની ચૂકવણી ન કરવા માટે પેઢી બંધ કરી દેવાના ગઈકાલની પોલીસ ફરિયાદ બાદ આજે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઇ છે. જેમાં જામનગરના વેપારી પાસેથી રૂા.50.45 લાખનો બ્રાસપાર્ટનો ભંગાર ખરીદ કરી પેઢી બંધ કરી વિશ્વાસઘાત કરવાના મામલે શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાઈ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં રહેતાં વેપારીએ હાથ ઉછીના આપેલા રૂા.15 લાખ ચૂકવવા ન પડે તે માટે પેઢી બંધ કરીને ગામ મૂકી નાશી ગયેલા વેપારી શખ્સ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાયાના બીજા દિવસે જ આવી જ એક પ્રકારની બીજી ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં જામનગર શહેરમાં બાલમુકુંદ સોસાયટી વિસ્તારમાં રહેતાં પ્રૌઢ વેપારીએ જામનગરના ઉદ્યોગનગરમાં આવેલી ધર્મેશ જમન રામોલિયાની મંતરા એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાં ધર્મેશ તથા અન્ય શખ્સોએ સુખદેવસિંહ જાડેજા પાસેથી રૂા.50,45,583 ની કિંમતનો 9933.8 કિલો બ્રાસપાર્ટનો ભંગાર જુદા જુદા સમયે મેળવ્યો હતો અને આ ભંગારની જીએસટી સાથેની કિંમત રૂા.50.45 લાખ થાય છે. જે રકમ ચૂકવવાને બદલે ધર્મેશ પેઢી બંધ કરી દીધી હતી. જેથી અવાર-નવાર ધર્મેશ પાસે ઉઘરાણી કરાતા સંતોષકારક પ્રત્યુતર મળ્યો ન હતો.

- Advertisement -

ત્યારબાદ સુખદેવસિંહ જાડેજાએ આખરે સિટી સી ડીવીઝનમાં મંતરા એન્ટરપ્રાઇઝના માલિક ધર્મેશ રામોલિયા સહિતનાઓ વિરૂધ્ધ ડિસેમ્બરથી માર્ચ સુધીના સમયમાં કુલ રૂા.50,45,583 ની રકમનો ભંગાર મેળવી પૈસા નહીં ચૂકવી વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરી હતી. જેના આધારે પીએસઆઇ એસ.એમ. સિસોદીયા તથા સ્ટાફે ધર્મેશ સહિતનાઓ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular