જામનગર શહેરના શંકરટેકરી વિસ્તારમાં રહેતાં શખ્સના મકાનમાંથી સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન 17 બોટલ દારૂ કબ્જે કરી શખ્સની શોધખોળ હાથ ધરી હતી. લાલપુર તાલુકાના ગલ્લા ગામમાંથી 15 બોટલ દારૂ સાથે શખ્સને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના સાત નાલા પાસેથી પોલીસે બાર બોટલ દારૂ સાથે બે શખ્સોને ઝડપી લીધા હતા. જામનગરમાં શરૂ સેકશન રોડ પરથી પસાર થતા શખ્સને ત્રણ બોટલ દારૂ સાથે ઝડપી લીધો હતો.
દારૂ અંગેના દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામનગર શહેરના શંકરટેકરી 32 શૌચાલય પાસેના વિસ્તારમાં રહેતાં યુવરાજસિંહ બાલુભા લખુભા કેર નામના શખ્સના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા મકાનમાંથી રૂા.8500 ની કિંમતની 17 બોટલ મળી આવતા ગુનો નોંધી શખ્સની શોધખોળ આરંભી હતી.
બીજો દરોડો, લાલપુર તાલુકાના ગલ્લા ગામમાંથી લાલપુર પોલીસે રેઈડ દરમિયાન જયેન્દ્રસિંહ ઉર્ફે જયુભા દિલુભા જાડેજાને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી 15 બોટલ ઈંગ્લીશ દારૂ મળી આવતા લાલપુર પોલીસે સાડા સાત હજારની કિંમતના દારૂ સાથે જયેન્દ્રસિંહની ધરપકડ કરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરના સાત નાલા પાસેના વિસ્તારમાં મહાદેવનગરમાં રહેતાં વિપુલના મકાનમાં સિટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન તલાસી લેતા રૂા.6000 ની કિંમતની દારૂની 12 બોટલ મળી આવતા પોલીસે વિપુલની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરતા આ દારૂના જથ્થામાં વિપુલનો ભાઈ લાખા ધારાણી અને બિપીન ઉર્ફે લાકડી કારા મુછડિયાની સંડોવણી ખુલતા પોલીસે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
ચોથો દરોડો, જામનગર શહેરના શરૂ સેકશન રોડ પરથી પસાર થતા સુનિલ ઉર્ફે સુનિયો રમેશ દેગામા નામના શ્રમિક શખ્સને સિટી બી ડીવીઝન પોલીસે આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂ.1200 ની કિંમતની દારૂની ત્રણ બોટલ મળી આવતા અટકાયત કરી હતી.