ધ્રોલ તાલુકાના મોટાવાગુદડ ગામે પણ પુરુષોતમ રૂપાલાનો વિરોધ કરાયો હતો અને જ્યાં સુધી તેમની ટિકિટ રદ્ ન થાય ત્યાં સુધી ભાજપના આગેવાનોએ ગામમાં પ્રવેશ ન કરવાના બેનરો લાગ્યા છે.
રાજપૂત સમાજ અંગેના પુરુષોતમ રુપાલાના નિવેદનના વિરોધની આગ જામનગર સહિત હાલાર પંથકમાં જોવા મળી રહી છે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મોટાવાગુદડ ગામે રાજપૂત સમાજ દ્વારા ભાજપ નેતા પુરુષોતમ રુપાલનો વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યાં સુધી પુરુષોતમ રુપાલાની ટિકિટ ભાજપ દ્વારા રદ્ કરવામાં ન આવે ત્યાં સ્ુધી ભાજપના આગેવાનો કે નેતાઓે પ્રચાર કરવા ગામમાં પ્રવેશ કરવો નહીંના બેનરો ગામમાં લગાવવામાં આવ્યા છે.