ખંભાળિયાની જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં વર્ગ 2 કક્ષાના અધિકારી તરીકે છેલ્લા ઘણા સમયથી નોંધપાત્ર કામગીરી કરતા વિમલભાઈ કિરતસાતાને હૃદયરોગનો હુમલો આવી જતા શનિવારે તેમને અહીંથી વધુ સારવાર અર્થે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મૃત્યુ નીપજ્યું હતું.
અગાઉ શિક્ષક અને આચાર્ય બાદ વર્ગ-2 ના અધિકારી દેવભૂમિ દ્વારકા જિલ્લાના એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર ફરજ બજાવી રહેલા વિમલભાઈની શિક્ષણાધિકારી કચેરીમાં જિલ્લામાં શિક્ષણ અંગેની કામગીરી ખૂબ જ સુંદર રહી હતી અને અનેક પ્રશ્ર્નોના નિરાકરણ માટે તેમણે મહત્વની ભૂમિકા ભજવી હતી.
ગઈકાલે રવિવારે સવારે તેમની અંતિમયાત્રામાં મોટી સંખ્યામાં શિક્ષણ શિક્ષણવિદો તેમજ બ્રહ્મ સમાજના આગેવાનો સહિતના નગરજનો જોડાયા હતા.