રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનના દુષ્પ્રેરણા તથા મની લોન્ડરીંગના કેસમાં નાસતા ફરતા આરોપીને જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડે ઝડપી લઇ રાજકોટ ગાંધીગ્રામ પોલીસને સોંપી આપ્યો હતો.
આ અંગેની વિગત મુજબ, રાજકોટ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં મની લોન્ડરીંગ સહિતની વિવિધ કલમો અંગે પૃથ્વીરાજસિંહ ભરતસિંહ કંચવા વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ હતી. જે કેસનો આરોપી નાસતો ફરતો હોય. જેની જામનગર પેરોલ ફર્લો સ્કવોર્ડના કરણસિંહ જાડેજા, કરણસિંહ જાડેજા, લખધીરસિંહ જાડેજા, ભરતભાઈ ડાંગર તથા ધર્મેન્દ્રભાઈ વૈષ્ણવને મળેલી બાતમીના આધારે આરોપી પૃથ્વીરાજસિંહ ભરતસિંહ કંચવાને ઝડપી લઇ વધુ કાર્યવાહી માટે રાજકોટ ગાંધીગ્રામ પોલીસને શોધી આપ્યો હતો.